એક બાજુ રશિયા-યુક્રેન વચ્ચે થઇ રહ્યુ છે યુદ્ધ, બીજુ બાજુ બંકરમાં આ કપલે કર્યા લગ્ન – જુઓ તસવીરો

યુક્રેન પર રશિયાના હુમલાને આઠમો દિવસ આવી ગયો છે, પરંતુ યુક્રેન હજુ પણ હાર માનવા તૈયાર નથી. રશિયન સેના આગળ વધી રહી છે, યુક્રેનના શહેરો પર બોમ્બમારો કરી રહી છે. હુમલાના પહેલા જ દિવસથી યુક્રેનની અંદરથી ઘણી વાતો બહાર આવી રહી છે. ત્યારે હાલમાં કેટલાક દિવસ પહેલા જ હોસ્પિટમાં ડોક્ટરના લગ્નનો કિસ્સો સામે આવ્યો હતો, ત્યારે ફરી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં યુગલે યુક્રેનના એક શહેરમાં બંકરમાં લગ્ન કર્યા હતા. સ્થિતિ એવી હતી કે રશિયન સેના ઉપરથી બોમ્બ વરસાવી રહી હતી અને નીચે બંકરમાં કપલ લગ્ન કરી રહ્યું હતું, તેની તસવીરો પણ સામે આવી છે. (તમામ તસવીરો ક્રેડિટ: NEXTA)

આ ઘટના યુક્રેનના ઓદેસા શહેરની છે. યુરોપની એક મીડિયા સર્વિસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે. મળતી માહિતી મુજબ આ કપલે બંકરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે કપલની આસપાસ કેટલાક લોકો અને સુરક્ષા અધિકારીઓ પણ હાજર હતા. તેમના લગ્ન દરમિયાન બંકર પર રશિયન હવાઈ હુમલાના સાયરન વાગતા હતા.

શેર કરેલી તસવીરોમાં કન્યા હસતી ફૂલોનો ગુલદસ્તો પકડેલી જોવા મળી રહી છે, જ્યારે વરરાજા આ પ્રસંગે એક દસ્તાવેજ પર સહી કરતો જોવા મળે છે. તસવીરોમાં એવું પણ જોવા મળે છે કે વર-કન્યાના કેટલાક નજીકના મિત્રો પણ આ ક્ષણને કેમેરામાં કેદ કરતા જોવા મળી રહ્યા છે. આ પછી કપલે લગ્નની અન્ય ઔપચારિકતાઓ પણ પૂરી કરી. આ દરમિયાન ત્યાં હાજર લોકો ખુશ થઈ ગયા.

આ પહેલા પણ યુક્રેનના કિવથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક કપલે બંકરમાં લગ્ન કર્યા હતા અને લગ્ન કર્યા બાદ બીજી જ ક્ષણે કપલે બંદૂક ઉઠાવી હતી. જ્યારે રશિયન સેનાએ તેમના દેશ પર આક્રમણ કર્યું ત્યારે બંનેએ લગ્ન કર્યા. હાલમાં, ઓદેસાના આ કપલના લગ્ન ચર્ચામાં છે અને તેની તસવીરો પણ સામે આવી છે. હોસ્પિટલમાં ડોક્ટરના લગ્નનો વીડિયો સામે આવ્યો હતો, તેમાં કપલ એકબીજાના હાથ પકડેલા જોવા મળી રહ્યા હતા. સામે ઉભેલો એક વ્યક્તિ લગ્નની વિધિ કરાવી રહ્યો હતો. કપલની બાજુમાં એક મહિલા પણ ઉભેલી જોવા મળી હતી.

જોકે, આ પહેલીવાર નથી કે યુક્રેનમાંથી આવી તસવીર સામે આવી હોય, ગયા અઠવાડિયે કિવના એક ચર્ચમાં એક કપલે લગ્ન કર્યાં હતાં.લગ્ન દરમિયાન ચર્ચની ઘંટડીઓ વાગી રહી હતી તો એક તરફ ફાઈટર પ્લેનનો પડઘો પણ કાનમાં સંભળાતો હતો. લગ્ન પછી, દંપતી દેશની સુરક્ષામાં મદદ કરવા માટે સ્થાનિક પ્રાદેશિક સંરક્ષણ કેન્દ્રમાં જવા માટે સંમત થયા હતા. તમને જણાવી દઈએ કે આજે રશિયા-યુક્રેન યુદ્ધનો સાતમો દિવસ છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ સહિત ઘણા ભાગોમાં સતત બોમ્બમારો કરી રહી છે અને મિસાઇલો છોડી રહી છે.

Shah Jina