બે સમલૈંગિક યુવકોએ સંપૂર્ણ ભારતીય વિધિ વિધાન સાથે કર્યા લગ્ન, પુજારીએ કર્યો મંત્રોચ્ચાર, જુઓ અનોખા લગ્નનો વીડિયો

દેશભરમાં સમલૈંગિક સંબંધોને સ્વીકૃતિ મળી ગઈ છે, જેના બાદ ઠેર ઠેર તેમના લગ્નોની ખબરો પણ સામે આવતી રહે છે. ઘણીવાર બે યુવતીઓના લગ્નની ખબર તો ઘણીવાર બે સમલૈંગિક યુવકોના લગ્નની ખબર ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે હાલ એવા જ એક સમલૈંગિક યુવકોના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે અને તેમના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.

કોલકાત્તામાં એક ગે કપલ લગ્નના બંધનમાં બંધાયું. લગ્નમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અભિષેક રે અને ચૈતન્ય શર્માએ એક ખાસ સમારંભમાં લગ્ન કર્યા. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિષેક રે કોલકાતા સ્થિત ડિઝાઇનર છે.

તેણે પોતાના ખાસ મિત્ર ચૈતન્ય શર્મા સાથે શાસ્ત્રો અનુસાર મંત્રોચ્ચાર કરીને લગ્ન કર્યા. લગ્ન કોલકાતાની એક ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા. આ લગ્નમાં સંગીત સેરેમનીથી લઈને સગાઈ અને હલ્દી તેમજ મહેંદી સુધીની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. બંને પરિવાર એક સાથે હતા અને તેઓએ ઉમળકાભેર દંપતીને આશીર્વાદ આપ્યા.

ઈન્સ્ટાગ્રામ પર ગે કપલની હલ્દી અને લગ્ન સમારંભની તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. અભિષેકે પરંપરાગત બંગાળી વર તરીકે ધોતી અને કુર્તા પહેર્યા હતા, જ્યારે ચૈતન્યએ શેરવાની પહેરી હતી. ચૈતન્યએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્નની ઘણી તસવીરો પણ શેર કરી છે.

સોશિયલ મીડિયા પર લોકો આ કપલને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. તસવીરોમાં બંનેની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં પ્રથમ સમલૈંગિક લગ્ન 2017માં થયા હતા. IIT રિશીએ વિયેતનામના વિન્હ સાથે લગ્ન કરીને ઈતિહાસ રચ્યો હતો. આ લગ્ન 30 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા.

લગ્ન સમારોહ ખૂબ જ ખાનગી હતો. આ લગ્નમાં માત્ર પસંદગીના અને ખાસ લોકોએ જ હાજરી આપી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોથી સ્પષ્ટ છે કે લગ્ન સમારોહનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું, જેમાં હલ્દી-મહેંદી અને વરમાળા જેવી લગ્નની મોટાભાગની વિધિઓનું પાલન કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Red Launchers (@red.launchers)

આ તસવીરો જોઈને કેટલાક લોકોને આશ્ચર્ય થાય છે તો કેટલાક લોકોને મુશ્કેલી પડી રહી છે. પરંતુ LGBTQ સમુદાય માટે, લગ્નના ફોટા એક નવી આશા છે, જે તેમના સંબંધોને સામાજિક માન્યતાની આશા આપે છે.

Niraj Patel