ખબર

પતિ સાથે જઇ રહી હતી પિયર અને અચાનક જ કાળ બનીને આવ્યુ ડમ્પર, ખતમ થઇ નવદંપતિની દુનિયા, ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન

હજુ તો લગ્નને ફક્ત 3 જ મહિના થયા હતા અને મળ્યું દર્દનાક મૃત્યુ…હૈયાફાટ રૂદનની ચીસોથી માહોલ ગમગીન

અવાર નવાર ગુજરાત સહિત દેશભરમાંથી અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આવા કિસ્સાઓમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે ત્યારે ઘણીવાર આવા કિસ્સાઓમાં લોકો મોતને પણ ભેટતા હોય છે. હાલમાં જ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ડમ્પર કાર પર પલટી ગયું હતું. અકસ્માતમાં કાર સવાર કરણ કુમાર અને તેની પત્ની કમલેશનું મોત થયું હતું. બંનેએ ત્રણ મહિના પહેલા લગ્ન કર્યા હતા. પતિ કરણ કુમાર સાથે મામાના ઘરે જઈ રહેલા કમલેશને થોડી ખબર હતી કે રસ્તામાં મોત બંનેની રાહ જોઈ રહી છે.

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં શુક્રવારે આ દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. મૈનપુરીના ધન્નાહર વિસ્તારમાં રેતીથી ભરેલી એક બેકાબૂ ટ્રક કાર પર પલટી ગઈ, જેમાં પતિ-પત્નીના મોત થયા. આ દુર્ઘટનામાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યું હતું અને મૃતદેહોને કબજામાં લીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મૈનપુરીના કિરતપુર પોલીસ ચોકીની સામે રેતીથી ભરેલી ટ્રક અચાનક કાબૂ બહાર નીકળી ગઈ અને એક કારની ઉપર પલટી ગઈ.

આ ઘટનામાં કારમાં બેઠેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તેને જોઈને દર્શકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને લાંબો જામ થઈ ગયો હતો.પોલીસે પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મૃતકોના સંબંધીઓને જાણ કરવામાં આવી છે. મૃતકના પતિની ઓળખ આગ્રાના રહેવાસી કરણ કુમાર બઘેલ તરીકે થઈ છે.