વડોદરામાં તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું તો લોકો તેલ લેવા માટે કેરબા લઈને તૂટી પડ્યા, ડ્રાઈવરે નોંધાવી ફરિયાદ

હાઇવે ઉપર વાહનો પલટી ખાઈ જવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે, ત્યારે હાલમાં જ મહારાષ્ટ્ર્ના અકોલાની એક ખાનગી તેલ કંપનીનું 32 ટન તેલ ભરેલું ટેન્કર કડી તરફ જઈ રહ્યું હતું ત્યારે જ અચાનક નેશનલ હાઇવે ઉપર વડોદરાના તરસાલી પાસે ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જવાના કારણે તેને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને ટેન્કર પલટી ખાઈ ગયું હતું જેના કારણે તેલ લૂંટવા માટે લોકોના ટોળા તૂટી પડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અકોલા કંપનીનો ડ્રાઈવર ઓમ પ્રકાશ માલી 32 ટનથી પણ વધારે તેલ ભરીને અકોલાથી કડી લઈને જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની. તેલ ભરેલું આ ટેન્કર ખુલ્લી કાંસમાં ખાબકી ગયું હતું. જેના કારણે બધું જ તેલ તેમાં બિહેવ લાગ્યું. આ સમયે લોકોએ ડ્રાઈવરને મદદ કરવાના બદલે લૂંટફાટ મચાવી દીધી હતી.

આ બાબતે ડ્રાઈવર ઓમ પ્રકાશે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જેનાબ યાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ડ્રાઇવરનો બચાવ થયો પરંતુ કંપનીને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં બજારની અંદર તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે/.. ત્યારે સામાન્ય માણસ માટે તેલનો ઉપયોગ પણ ખુબ જ ચીવટ પૂર્વક કરવામાં આવે છે અને આવા સમયે તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જવાના સમાચાર મળતા જ લોકોએ ડ્રાઈવરને બચાવવાના બદલે તેલ લુંટવાને પ્રાધાન્ય આપ્યું હતું.

Niraj Patel