સુરતમાં કોર્પોરેટરના ઘરમાં અચાનક ભભૂકી ઉઠી આગ, ઘરમાં મચી ગઈ અફરાતફરી, ધુમાડાના ઉડ્યા ગોટે ગોટા… જુઓ તસવીરો

Corporator House Caught Fire : હાલ ગુજરાતની અંદર કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ચુકી છે, ત્યારે આ ગરમીથી બચવા માટે લોકો એસીના પણ હવે ઉપયોગ તરફ વળ્યાં  છે. આ દરમિયાન ઘણીવાર ઓવરલોડ થવાના કારણે શોર્ટ સર્કિટ જેવી સમસ્યા પણ સર્જાતી હોય છે અને તેના કારણે આગ લાગવાના બનાવ પણ પણ બનતા હોય છે. છેલ્લા થોડા દિવસમાં જ આગ લાગવાના ઘણા બનાવો સામે આવી ચુક્યા છે, ત્યારે હાલ સુરતમાં ભાજપના કોર્પોરેટરના ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

આ  બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડિંડોલી ખાતે આવેલ મધુરમ સર્કલ પાસે સેફ્રોન બંગ્લોઝમાં રહેતા પૂર્વ શાસક પક્ષના નેતા અને કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતના ઘરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.  વહેલી સવારે જ આમ એકાએક આગ લાગતા નાશભાગ મચી ગઈ હતી. આગ લાગી ત્યારે ઘરની અંદર કુલ પણ જેટલા સભ્યો હાજર હતા. ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.

જયારે ઘરમાં આગ લાગી ત્યારે પોરિયાવર ગાઢ નિંદ્રામાં સુઈ રહ્યો હતો. ધુમાડાના ગોટેગોટા જોતા જ પરિવારજનોએ એકબીજાને જગાડી દીધા હતા અને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગ ઘરના પહેલા મળે લાગી હતી. આ મામલે ફાયર ઓફિસર જીગ્નેશ ટંડેલએ જણાવ્યું હતું કે, ઘરના પહેલા માળે પૂજા માટે અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાં મંદિરની બાજુમાં જ ઈલેક્ટ્રિક બોર્ડ પણ હતું. સંભવતઃ શોર્ટ સર્કિટ થવાને પગલે મંદિરમાં આગ લાગી ગઈ હતી.

તેમને વધુમાં જણાવું કે, “લાકડાંનું મંદિર હોવાને કારણે આગ વિકરાણ બની હતી, જેને કારણે ઘુમાડો વધારે પ્રસરી ગયો હતો. જો કે, પરિવારના તમામ સભ્યો સમયસૂચકતા વાપરીને સુરક્ષિત ઘરની બહાર નીકળી ગયા હતા. ધુમાડાને કારણે તેમનો પાલતુ શ્વાન બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અર્ધો કલાકના સમય દરમિયાન આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને સંપૂર્ણ પરિસ્થિતિને નિયત્રંણમાં કરી લેવામાં આવી હતી.​​​​​​​

તો આ ઘટનાને લઈને કોર્પોરેટર  અમિત સિંગ રાજપૂતે જણાવ્યું હતું કે, “મારા ઘરે પહેલા મળે આજે વહેલી સવારે આ ઘટના બની હતી. મારી દીકરી ઉપરના રૂમમાં સુતી હતી. તે પણ પોતાનો જીવ બચાવવા માટે બાજુના બંગલા ઉપર કૂદીને જતી રહી. અમારો પાલતુ શ્વાન અંદર ફસાઈ ગયું હતું. જેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આગના કારણે પહેલા માળ ઉપર જેટલું ફર્નિચર હતું તે બળીને ખાસ થઈ ગયું હતું. ફાયર વિભાગે આવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે કોઈને ઈજા થઈ નથી, બધા હેમખેમ ઘરની બહાર નીકળી ગયા હતા.”

Niraj Patel