ખબર

ભારતમાં વાગી ખતરાની ઘંટી, ૨૪ કલાકમાં અધધધ કેસનો રાફડો ફાટ્યો

કોરોનાનું સંક્ર્મણ સમગ્ર દુનિયા સમેત ભારતમાં પણ વધી રહ્યું છે. ત્યારે આ સમયે કોરોના કેસના આંકડાઓ પણ હેરાન કરી દેનારા છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોનાને જે આંકડાઓ સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.

(પ્રતીકાત્મક તસવીર)

છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 89,129 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,23,92,260 પર પહોંચી ગઇ છે. છેલ્લા 7 મહિનામાં આ આંકડો સૌથી વધુ છે. ત્યારે એક જ દિવસમાં 714 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ મૃત્યુ આંક 1,64,110 થઇ ગયો છે.

(પ્રતીકાત્મક તસવીર)

દેશમાં હાલ કુલ 6,58,909 એક્ટિવ કેસ છે. અને કુલ 1,15,69,241 લોકોએ કોરોનાને હરાવી ડિસ્ચાર્જ મેળવી ચુક્યા છે. હાલમાં નવા કેસોની સંખ્યામાં થઇ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ વેક્સિનેશનની પ્રક્રિયા દેશભરમાં ચાલું છે તો બીજી તરફ કોરોનાનો વધતો વ્યાપ પણ ચિંતાનો વિષય છે.