વેક્સિનને લઇને મહત્વના સમાચાર: 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને લાગશે આ તારીખથી વેક્સીન, જાણો વિગત

દેશમાં કોરોનાના વધતા કહેરની વચ્ચે વેક્સિનેશનને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 1 એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિ વેક્સિન લગાવી શકશે.

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય કેબિનેટે મીટિંગમાં નિર્ણય લીધો કે હવે 45 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને કોરોનાની રસી અપાશે, ભલે તેમને કોઇ બીમારી ના હોય. અત્યાર સુધી 45 થી 60 વર્ષના દરેક વ્યક્તિને સ્થિર માંદગી કે બીમારીથી પીડિત હોય તેમને જે વેક્સીન આપવાની હતી. તેમને તેમની બીમારીનું પ્રમાણપત્ર રજૂ કર્યા બાદ જ વેક્સીન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઇ શકતી હતી.

તમને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે વેક્સીન માટે બીમારીનું સર્ટિફિકેટ લાવવાની શરત પાછી લઇ લીધી છે. કેન્દ્રીય કેબિનેટે મંગળવારે તેની જાહેરાત કરી છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે અત્યાર સુધી 45થી 60 વર્ષની વચ્ચે માત્ર ગંભીર બીમારીવાળા લોકોને જ વેક્સીન આપવામાં આવી રહી હતી. પરંતુ પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે.

પ્રતિકાત્મક તસવીર

દેશમાં અત્યાર સુધી 1 કરોડ 16 લાખ 86 હજાર 330 લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 1 કરોડ 11 લાખ 79 હજાર 59 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1.60 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે.

નોંધનીય છે કે, દેશમાં કુલ 4 કરોડ 84 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં સોમવારે 30 લાખથી વધુ લોકોને કોવિડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

Shah Jina