હેલ્મેટ પહેર્યા વગર બે પોલીસવાળા બાઈક લઈને જતા હતા, મા દીકરીએ કર્યો તેમનો પીછો અને પૂછ્યું, “હેલ્મેટ ક્યાં છે ?”, પછી થયું એવું કે જુઓ વીડિયો

“ઓ ભાઈ… ઓ ભાઈ, હેલ્મેટ ક્યાં છે?”, બાઈક પર હેલ્મેટ વગર જતા પોલીસકર્મીઓનો પીછો  કરી રહેલી મા-દીકરી બૂમો પાડી પાડીને પૂછતી રહી, 1 કિલોમીટર પીછો કર્યો અને પછી પોલીસવાળાએ… જુઓ વીડિયો

ટ્રાફિકના નિયમોનું પાલન દરેક લોકોએ કરવું જોઈએ. છતાં પણ ઘણા લોકો નિયમો તોડતા હોય છે. રોડ પર પણ ટ્રાફિક પોલીસ નિયમભંગ કરનારા વિરુદ્ધ ચાંપતી નજર રાખીને બેઠી હોય છે અને નિયમ તોડવા વાળાને દંડ પણ ફટકારતી હોય છે. પરંતુ જો નિયમોનું પાલન કરાવનારા જ નિયમના ભંગ કરે તો કેવું થાય ?

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક માં દીકરી હેલ્મેટ પહેર્યા વગર બાઈક લઈને જતા બે પોલીસકર્મીઓનો પીછો કરતી જોવા મળી રહી છે અને તેમને પાઠ ભણાવવાનો પણ પ્રયત્ન કર્યો. આ વીડિયો ગાઝિયાબાદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લોકો પણ આ વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ગત સોમવારે રાત્રે મા-દીકરી સ્કૂટી દ્વારા ગાઝિયાબાદના ગોવિંદપુરમ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગાઝિયાબાદ પોલીસના મોબાઈલ ફેન્ટમ પર બે પોલીસકર્મીઓને જોયા. તેમણે હેલ્મેટ પહેર્યું ન હતું. મા-દીકરી બંને તેમનો પીછો કરવા લાગ્યા. મા-દીકરીએ બંને પોલીસકર્મીઓનો સ્કૂટી સાથે લગભગ એક કિલોમીટર સુધી પીછો કર્યો.

મહિલા વારંવાર પૂછતી રહી… “ઓ ભાઈ… ઓ ભાઈ, હેલ્મેટ ક્યાં છે?” આ સાથે તે વીડિયો પણ બનાવતી રહી. આ સાંભળીને પોલીસકર્મીઓએ બાઇકની સ્પીડ વધારી દીધી અને આવાજ દબાવવા માટે હૂટર વગાડવા લાગ્યા. મા-દીકરીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ ગાઝિયાબાદ પોલીસ એક્શનમાં આવી ગઈ અને બાઇકને 1000 રૂપિયાનું ચલણ જારી કર્યું.

મા-દીકરી પોલીસકર્મીઓની પાછળ પડ્યા. તેમણે પોલીસકર્મીઓને કહ્યું કે શું આ નિયમો તમને લાગુ પડતા નથી. શું આ નિયમો માત્ર જનતા માટે છે? વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને પોલીસકર્મીઓ સ્કૂટી સવાર માતા-પુત્રીને  પોતાનો પીછો છોડાવતા જોવા મળી રહ્યા છે.  આ વીડિયો થોડા સમય બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી, ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસે મામલાની નોંધ લીધી.

Niraj Patel