ખબર

આ પોલીસ અધિકારીએ ચોરને જે રીતે પકડ્યો તે જોઈને તમે પણ કહેશો કે આ છે રિયલ સિંઘમ ! વીડિયો જીતી રહ્યો છે સૌના દિલ

ઘણી ફિલ્મોની અંદર ધાંસુ અંદાજની અંદર ઘણા પોલીસ વાળાને ચોરને પકડતા આપણે જોયા હશે, હકીકતમાં પણ ઘણા એવા પોલીસકર્મીઓ છે જે ફિલ્મી ઢબે ગુનેગારોને ઝડપી પાડતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવા ઇન્સ્પેકટરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તેમને લોકો રિયલ સિંઘમ કહી રહ્યા છે.

આ વીડિયો સામે આવ્યો છે મેંગલુરુમાંથી. જ્યાં એક પોલીસ અધિકારીએ ફિલ્મી સ્ટાઇલમાં ચોરને પકડી પાડ્યો, આ પોલીસ અધિકારી ચોરને પકડવા માટે તેની પાછળ ભાગ્યા. ટ્રાફિકની વચ્ચે તેમને ઘણા દૂર સુધી દોડી અને ચોરને દબોચી લીધો. આ દરમિયાન એક વ્યક્તિએ તેમની સાથે દોડી અને તેમનો વીડિયો બનાવી લીધો જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ચોરને પકડી પાડનારા આ બહાદુર અધિકારી છે સબ ઇન્સ્પેકટર વરુણ અલ્વા. આ ઘટના 12 જાન્યુઆરીની છે. અરુણ શહેરના નહેરુ ગ્રાઉન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ ઉપર હતા. આ દરમિયાન જ તેમને જોયું કે એક ચોર કોઈ મજુરનો મોબાઈલ છીનવી અને ભાગી રહ્યો છે. અરુણ તરત જ તેમની ગાડીમાંથી કુદ્યા અને આરોપીનો પીછો કરવા લાગ્યા.

પોલીસને પોતાની પાછળ આવતા જોઈને ચોર ગલીઓ તરફ ભાગવા લાગ્યો, ઘણી દૂર સુધી પીછો કર્યા બાદ સબ ઈન્પેકટરે આરોપીને પકડીને જમીન ઉપર પાડી દીધો અને તેને રંગેહાથ ઝડપી પાડ્યો. પકડાયેલા ચોરની ઓળખ 32 વર્ષીય હરીશ પૂજારીના રૂપમાં થઇ છે. હરીશની સાથે 20 વર્ષીય સહ-આરોપી અટ્ટાવરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચોરીનો મોબાઈલ અટ્ટાવર પાસેથી જ મેળવ્યો. આ માલમાં હવે રાજેશ નામના એક અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે આ લોકોએ એક ગેંગની રીતે ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.

આ ગેંગના સભ્યોએ જેનો મોબાઈલ ચોર્યો હતો તે બિહારનો પરપ્રાંતિય મજૂર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મજૂર ગ્રેનાઈટના કારખાનામાં કામ કરે છે. ઘટના સમયે તે નહેરુ મેદાનમાં સૂતો હતો. તે દરમિયાન બદમાશોની આ ટોળકીએ તેને નિશાન બનાવ્યો. સદનસીબે સબ ઈન્સ્પેક્ટર વરુણ આલ્વા સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા અને મજૂરનો મોબાઈલ ચોરાઈ જતા બચાવી લીધો. આ સાથે આરોપીને પણ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.