ખબર

તહેવારો પહેલા સસ્તું થઇ શકે છે ખાદ્ય તેલ, સરકારે લીધો ખુબ જ મહત્વનો નિર્ણય, ગૃહિણીઓમાં વ્યાપી જશે ખુશહાલી

છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની સાથે જ ખાદ્ય તેલના પણ ભાવ સતત વધતા જોવા મળી રહ્યા છે. જેના કારણે સામાન્ય પરિવારોમાં રસોઈનો સ્વાદ પણ ફીકો પડી ગયો છે. હવે તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે આવા સમયે મોટાભાગના લોકો ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થાય એમ ઈચ્છી રહ્યા હતા.

પરંતુ દેશવાસીઓને હવે તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલની કિંમત ઉપર લગામ લગાવવા માટે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય એક્શનમાં આવ્યું છે. ખાદ્ય સચિવ દાવર રાજ્યોના પ્રતિનિધિઓ અને તેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે  મુલાકાત બાદ આશા વ્યક્ત કરી છે કે ઓક્ટોબરથી ખાવાના તેલના ભાવ ઓછા થવા લાગશે.

સરકાર દ્વારા લેવામાં આવેલા હાલના નિર્ણય બાદ ક્રૂડ પામ ઓઈલ પર ઈમ્પોર્ટ ડ્યુટી 30.25 ટકા ઘટાડી 24.75 ટકા, ક્રૂડ ડીગમ્ડ સોયાબીન તેલ પર 30.25 ટકાથી ઘટાડીને 24.75 ટકા અને ક્રૂડ સન ફ્લાવર ઓઈલ પર 30.25 ટકાથી ઘટાડીને 24.75 ટકા, આ ઉપરાંત આરબીપી પામ ઓઈલ પર 41.25 ટકાથી ઘટાડીને 35.75 ટકા અને રીફાઈન્ડ સોયાબીન ઓઈલ પર 41.25 ટકાથી ઘટાડીને 35.75 ટકા કરવામાં આવી છે.

સરકારનું કહેવું છે કે ખાદ્ય તેલોના આયાત ઉપર કસ્ટમ દર ઘટાડવા છતાં પણ કિંમતો ઓછી નથી થઇ રહી જેનું એક કારણ જમાખોરી પણ હોઈ શકે છે. જેના કારણે જમાખોરી ઉપર લગામ લગાવવા માટે આવશ્યક વસ્તુ અધિનિયમ અંતર્ગત કારોબારીઓ, વેપારીઓ, પ્રસંસ્કરણ કરવા વાળા એકમોએ પોતાના સ્ટોકનો ખુલાસો કરવો પડશે. આ કામ રાજ્ય સરકારો કરશે.