કોરોના મહામારી બાદ લોકોની આર્થિક હાલત પડી ભાંગી છે, જેના કારણે કેટલાક લોકો સમય પહેલા મોતને વહાલું કરે છે તો ઘણા લોકો ખરાબ કામો કરીને પણ પૈસા મેળવવા માંગે છે. આ દરમિયાન ઘણા બધા એવા ચોરી અને લૂંટ ફાટના કિસ્સાઓ સામે આવે છે જે જાણીને આપણા પણ હોશ ઉડી જાય.
ત્યારે આ દરમિયાન એક એવો જ કિસ્સો દિલ્લીની પાસે આવેલા ગુરુગ્રામ જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં ચોરો દ્વારા ફિલ્મી અંદાજમાં ચોરી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેના માટે ચોરોએ બેંકમાં ચોરી કરવા માટે એક 5 ફૂટ ઊંડી અને પાંચ ફૂટ લાંબી સુરંગ બનાવી.
જો કે આટલી મહેનત કરવા છતાં પણ તેમના હાથમાં કઈ ના લાગ્યું અને તેમની આખી જ યોજનાનો પોપટ બની ગયો. કારણ કે તેમને બેંકની અંદરથી કોઈ રોકડ રકમ ના મળી. એવામાં તેમને ખાલી હાથે જ સુરંગમાંથી પાછા આવવું પડ્યું.
ગુરુવારની સવારે જયારે લાખુંવાસ ગામની પાસે સ્થિત કેનરા બેંકના સ્ટાફ કર્મચારીઓએ જ્યારે બેંકને ખોલી તો બેંકના સામાનને જોઈને હેરાન રહી ગયા. તેમને જોયું કે બેંકની અંદર એક લાંબી સુરંગ બનાવવામાં આવી છે. અજ્ઞાત બદમાશોએ બેંકની પાછળ ખેતરમાંથી એક લાંબી સુરંગ બનાવી અને બેંકની ટાઇલ્સ ઉખાડીને અંદર ઘુસી ગયા હતા.
સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો. સ્થિતિ જોઈને કર્મચારીઓએ પોતાના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો અને પોલીસને પણ ખબર કરવામાં આવી. મામલાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી.
પોલીસ દ્વારા બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી. અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની પણ સહાયતા લઇ રહ્યા છે.