અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ભભૂકી ઉઠી, ઉપરના માળે આવેલી છે ચિલ્ડ્રન હોસ્પિટલ, જીવ બચાવવા લોકો ધાબે ચઢ્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં મોટા મોટા કોમ્પ્લેક્સ અને હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ છાસવારે સામે આવે છે, ત્યારે હાલ જ અમદાવાદમાં પણ એક એવી જ આગ લાગવાણી ઘટના સામે આવી છે, જેમાં પરિમલ ગાર્ડન પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં આગ ભભૂકી ઉઠતા જ જીવ બચાવવા લોકો ધાબા ઉપર ચઢી ગયા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેક્સના ત્રીજા માળ ઉપર આવેલી એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગવાની હતના સામે આવતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા જ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં નાસભાગ મચી ગઈ હતી.

ત્યારે આગની ઘટનાની જાણ થતા જ ફાયડ બ્રિગેડની 12 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આ કોમ્પ્લેક્સમાં જ ઉપરના માલ ઉપર ચિલ્ડ્રન હોસ્પિટલ હોવાના કારણે હોસ્પિટલમાથી 13 જેટલા નવજાત બાળકો અને તેમની માતા સહીત કુલ 60થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.

આગ લાગવાની ઘટના સામે આવતા જ કોમ્પ્લેક્સમાં રહેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે કોમ્પ્લેક્સના ધાબા ઉપર પણ પહોંચી ગયા હતા, હાલમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

Niraj Patel