દિગ્ગજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઈને આવ્યા સમાચાર, બ્રેન હજુ પણ રિસ્પોન્સ નથી કરતું

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હાલમાં વેન્ટિલેટર પર છે. ક્યારેક એવા સમાચાર આવે છે કે તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે. કેટલીકવાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના મગજે પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું છે અને સ્થિતિ નાજુક છે. આ બધાની વચ્ચે રાજુના મોતની અફવા પણ ઉડી હતી. તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર શેર થવા લાગી. પછી પરિવારે આ બધી અફવાઓને નકારીને એક પોસ્ટ શેર કરી. પરિવારે જણાવ્યું કે કોમેડિયનની તબિયત હવે કેવી છે. તેમણે લોકોને રાજુ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે.

રાજુ શ્રીવાસ્તવના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા પરિવારે લખ્યું, ‘રાજુ શ્રીવાસ્તવજીની હાલત સ્થિર છે. અફવાઓને અવગણો. તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા રહો.’ ગઈકાલે રાત્રે પણ રાજુના પરિવારે સોશિયલ મીડિયા પર તેની તબિયત અંગે અપડેટ આપી હતી. તેમણે કહ્યું કે તેમની હાલત સ્થિર છે. તબીબોની ટીમ સંપૂર્ણ જવાબદારી સાથે તેમની સારવાર કરી રહી છે. ડોક્ટરએ આગામી 48 કલાક મહત્ત્વના ગણાવ્યા છે. જણાવી દઇએ કે, રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને તે બાદથી તેમની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે.

શનિવારે ચોથા દિવસે પણ રાજુનું બ્રેન રિસ્પોન્સ નથી કરી રહ્યું. શુક્રવારે આંગળીઓ અને ખભામાં હલચલ જોવા મળી હતી. ડોક્ટરોએ આ હલનચલનને સારો સંકેત ગણાવ્યો હતો, પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન આવતા ચિંતા પણ વ્યક્ત કરી છે. રાજુ શ્રાવાસ્તવના ભાઈ કાજુ શ્રીવાસ્તવના સાળાના જણાવ્યા અનુસાર, પરિવારના તમામ સભ્યો AIIMSમાં હાજર છે. રાજુભાઈની હાલત ગઈકાલ જેવી જ આજે પણ હતી. ગઈકાલે તેમની તબિયતમાં થોડો સુધારો થયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

ત્યારે આજે સવારે પરિવારના સભ્યો તેમના માટે વાહેગુરુની પ્રાર્થના કરવા ગુરુદ્વારા ગયા હતા. દેશના લાખો લોકો તેમના સ્વાસ્થ્ય માટે કામના કરી રહ્યા છે.કોમેડિયનની પુત્રીએ કહ્યું હતું કે તેના મન પર પણ તેની મોટી અસર પડી હતી. ત્યાં રાજુના ભાઈ કાજુ શ્રીવાસ્તવની પત્ની શ્રેયાએ આજતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજુની પત્ની શિખા પાસેથી કોમેડિયનની સ્થિતિ લીધી અને તેની સારવારની ખાતરી પણ આપી.

રાજુએ ઘણા કોમેડી શોમાં ભાગ લીધો છે. તે ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શો અને શક્તિમાનમાં પણ જોવા મળ્યો છે. તેણે બોલિવૂડ મૂવી ‘મૈંને પ્યાર કિયા’, ‘તેઝાબ’ અને ‘બાઝીગર’માં પણ કામ કર્યું છે. તે તાજેતરમાં ઈન્ડિયા લાફ્ટર ચેમ્પિયનમાં ખાસ મહેમાન તરીકે આવ્યો હતો.

Shah Jina