જો મેગીના આશિક હોવ તો આ વીડિયો જોઈને ગુસ્સાથી ધુંવાપુવા થઇ જશો…નબળા હૃદય વાળા દૂર રહે

જ્યારે મેગીની વાત આવે છે, ત્યારે દરેક પાસે સ્વાદિષ્ટ મેગી બનાવવાની પોતાની અલગ અલગ રીત હોય છે. જ્યારે કેટલાક લોકોને તે ઘણી બધી શાકભાજી સાથે ગમે છે, તો કેટલાક લોકોને તે સૂપ જેવી ગમે છે. જો કે, છેલ્લા કેટલાક મહિનામાં તમે મેગી સાથેના ઘણા વિચિત્ર પ્રયોગો પણ જોયા હશે. ફેન્ટા મેગીથી લઈને મેગી મિલ્કશેક્સ સુધી, આ વાનગીમાં કેટલાક સુપર અજબ પ્રયોગો થયા છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા ફ્યુઝન ફૂડ્સથી છલકાઈ રહ્યું છે. ઝડપથી બદલાતા સમય સાથે, રેસ્ટોરન્ટના માલિકો અથવા સ્ટ્રીટ હોકર્સ કંઈક અલગ કરવાની શોધમાં સંપૂર્ણપણે અલગ સ્થાનિક વાનગીઓનું મિશ્રણ કરી રહ્યા છે.

ક્યારેક આ વિચારોને સફળતા મળે છે. તો ઘણીવાર એવું બનતુ હોય છે કે જોઇને આપણને ચિતરી ચઢી જાય. હાલમાં ગાઝિયાબાદના એક સ્ટ્રીટ ફૂડ વેન્ડરનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમે ખૂબ જ ગુસ્સે ભરાઇ જશે. કોકા-કોલા સાથે મેગી બનાવતો વીડિયો હાલ ઓનલાઈન વાયરલ થયો છે. વાયરલ થઈ રહેલી ક્લિપ ભુક્કડ દિલ્હી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે. વિચિત્ર વાનગી બનાવવા માટે, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાએ એક પેનમાં થોડું તેલ અને શાકભાજી નાખ્યા.

આ પછી, તેણે મસાલો ઉમેર્યો અને મિશ્રણમાં કોકા-કોલાની એક નાની બોટલ ખાલી કરી. પછી દુકાનદારે તેમાં મેગી મસાલો ઉમેર્યો અને વાનગી રાંધવા માટે પેનને ઢાંકી દીધુ. પોસ્ટના કેપ્શન મુજબ, મેગી ગાઝિયાબાદના સાગર પિઝા પોઈન્ટ પર કોકા-કોલા સાથે ઉપલબ્ધ છે. આ વીડિયોને ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વિચિત્ર પ્રયોગથી નેટીઝન્સ એકદમ નિરાશ થઇ ગયા છે અને તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. મેગીના ચાહકો આ વીડિયો જોઇ ઘણા જ ગુસ્સે થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Hanshul Anand (@bhukkad_dilli_ke)

Shah Jina