સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા અજીબોગરીબ વીડિયો વાયરલ થતા રહે છે, જેને જોઇને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આ સમયે એક અવો જ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કોબરાને પાણીથી સ્નાન કરાવતો નજર આવી રહ્યો છે. વીડિયોમાં કોબ્રા પણ મજાથી ન્હાતો જોવા મળે છે અને વચ્ચે-વચ્ચે વ્યક્તિ તેને સહેલાવતો પણ નજર આવે છે.
જો કે, જ્યારે તે સાપને ટચ કરે છે તો કોબ્રા મોં ફેલાવી દે છે. સોશિયલ સાઇટ ટ્વિટ પર આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે- કિંગ કોબ્રા પોતાની જાતને ફ્રેશ કરી રહ્યો છે. લગભગ એક મિનિટની આ ક્લિપમાં એક માણસ હાથમાં શાવર પકડીને બેઠો છે અને તેની સામે કોબ્રા છે. તે કોબ્રા પર સતત પાણી રેડી રહ્યો છે. આ દરમિયાન, તે કોબ્રાને સ્પર્શ પણ કરી રહ્યો છે.
થોડા સમય પછી, તે શાવર બંધ કરી દે છે અને સાપની ગરદનને સહેલાવવાનું શરૂ કરે છે. આ પછી તે ફરીથી શાવર ચાલુ કરે છે અને સાપ પર પાણી રેડવાનું શરૂ કરે છે. સ્નાન કરાવ્યા પછી તે કોબ્રાના માથા પર સ્પર્શ કરે છે અને તે અચાનક સિસકારા કરે છે. પરંતુ તે વ્યક્તિ કોઈ પણ ડર વગર તેને સ્નેહ આપતો રહે છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક કરોડથી પણ વધુ યુઝર્સ જોઈ ચૂક્યા છે અને લગભગ 58 હજાર લોકોએ લાઈક કર્યો છે. તેમજ સેંકડો યુઝર્સે રિસ્પોન્સ આપ્યો છે.
King Cobra refreshing herself pic.twitter.com/XJsX4mzhDq
— Crazy Clips (@crazyclipsonly) January 17, 2024