રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના, છ વર્ષની માસુમ બાળકીના ગળામાં બે કલાક સુધી ફસાયેલો રહ્યો કોબરા, વીડિયો જોઈને જ પરસેવો છૂટી જશે

6 વર્ષની બાળકીના ગળામાં બે કલાક સુધી લપેટાયેલો રહ્યો કોબરા, રુવાડા ઉભા કરી દેશે આ તસવીરો

નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે એવું આપણે સાંભળ્યું હશે, ઘણીવાર તેના જીવતા જાગતા ઉદાહરણો પણ આપણે જોયા હશે, ઘણા નાના બાળકો સાપ જેવા ઝેરી જનાવર સાથે પણ રમતા હોય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે, આવા વીડિયો હેરાન કરી દેનારા હોય છે.

હાલ એવો જ એક 6 વર્ષની માસુમ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હર્યો છે, જેના ગળામાં સાપ વીંટળાયેલો જોવા મળી રહ્યો છે. આ સાપને ઝેરીલો નાગ કોબરા લોકો જણાવી રહ્યા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ સાપ લગભગ 2 કલાક સુધી બાળકીના ગળામાં વીંટળાયેલો રહ્યો હતો.

આ ઘટના બની છે મહારાષ્ટ્રના વર્ધી જિલ્લામાં. આ ઘટના બન્યા બાદ પરિવારજનો અને આસપાસના લોકોએ સાપ પકડવા વાળાને બોલાવ્યો અને બાળકીને થોડીવાર માટે ચુપચાપ સુઈ રહેવાનું કહ્યું. આ બાળકી પણ ડરતા ડરતા સુઈ રહી. પરંતુ સાપ કાઢતી વખતે બાળકીના સહેજ હલવા જતા તેના હાથ ઉપર ડંખ મારી દીધો હતો.

આ ઘટના ગયા અઠવાડિયાની છે. હાલમાં બાળકીની સારવાર હોસ્પિટલની અંદર ચાલી રહી છે. પરી નામની આ બાળકીએ પણ ગજબનું સાહસ બતાવ્યું. બે કલાક સુધી આ બાળકી હલન ચલન કર્યા વગર પથારીમાં સૂતી રહી. બે કલાક પછી જયારે સાપને કાઢવામાં આવ્યો તેના બાદ તરત બાળકીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી.

Niraj Patel