ગુજરાતમાં લોકડાઉન નહિ લાગે, જાણો બીજું શું શું કહ્યું CM વિજય રૂપાણીએ
ગુજરાતમાં ફરીવાર કોરોના ચિંતાજનક બની રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ હવે મોટા શહેરોમાં ઘણા પ્રતિબંધ પણ લાદી દેવામાં આવ્યા છે, ત્યારે હાલ લોકોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે શું ફરી લોકડાઉન લાગી શકે છે ?

તો આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનું મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે રાજ્યમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન નહીં લગાવવામાં આવે. હાલ જ્યાં રાત્રી કર્ફયુ લગાવવામાં આવ્યો છે તે સિવાય વધારાનો કોઈ કર્ફયુ લગાવવામાં નહીં આવે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના સંક્ર્મણને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન લોકોએ ડરવાની નહિ પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. ગુજરાતમાં બહારથી આવતા લોકોનું પણ સ્ક્રીનિંગ થઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્ર્મણને જોતા રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરો સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં રાત્રી કર્ફયુ લગાવી દીધો છે તેમજ અમદાવાદ અને સુરતમાં પાર્ક, જિમ જેવા જાહેર સ્થળો બંધ કરવા ઉપરાંત શૈક્ષણિક વર્ગો પણ ઓનલાઇન શરૂ કરી દેવાની જાહેરાત કરી છે.