મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઇને મહત્વના સમાચાર, CM રૂપાણીનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ, જાણો વિગત

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઇને મહત્વના સમાચાર મળી રહ્યા છે. એવું જાણવા મળી રહ્યુ છે કે, વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને ગઇકાલે વડોદરામાં એક સભાને સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા.

Image source

મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં મુખ્યમંત્રીને દાખલ કરાયા હતા. જ્યાં તેમના રિપોર્ટ કરાયા હતા. જે નોર્મલ હતા. કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે પોઝિટિવ આવ્યો છે. તેઓની તબિયત હાલ સ્થિર છે. કોઈ ચિંતા વાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપના  સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તરસાલી અને કારેલીબાગમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. ત્યાર બાદ તેઓ પ્રચાર કરવા માટે નિઝામપુરા પહોંચ્યા હતા.સભા શરૂ થયાના લગભગ 5 મિનીટ બાદ મુખ્યમંત્રીને ચક્કર આવતા તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા.

મંચ પર હાજર સિક્યોરીટી ગાર્ડે અને નેતાઓએ મુખ્યમંત્રીને ટેકો આપી તાત્કાલિક ખુરશી પર બેસાડ્યા હતા.જ્યાં તબીબોની ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા અને વિનોદ ચાવડા પણ કોરોના સંક્રમિત થયા છે. હેલ્થ બુલેટિન અનુસાર તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. હાલ જ નીતિનભાઈ પટેલએ સોસીયલ મીડિયા માધ્યમ દ્વારા તમામ માહિતી આપી જે આપ નીચે વીડિયોમાં જોઈ શકો છો

Shah Jina