ખબર

પેલી જૂનથી બધુ જ બંધ કરાવી દેવાશે ગુજરાત સરકાર? CM વિજય રૂપાણીએ કર્યો મોટો ખુલાસો

ભારત દેશમાં 1,67,442 થી વધુ લોકો કોવીડ 19 ના સંકજામાં આવ્યા છે અને 71000 આસપાસ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. સાથે જ અત્યાર સુધી દેશભરમાં 4,797 દર્દીના મૃત્યુ થયા છે. દેશમાં સૌથી વધુ 59,546 સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અને 1,982 લોકોના મૃત્યુ થયા છે. બીજા નંબરે તમિલનાડુમાં 19,372 સંક્રમિત થયા છે અને 148 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Image Source

કોરોના જેવી મહામારી સામે લડવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હાલ ગુજરાત સહીત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન આગામી 31 મેના રોજ પૂર્ણ થશે ગઈ કાલે ગૃહ મંત્રી અમિત શાહ અને દેશના વડાપ્રધાન દ્વારા બધા જ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાની સાથે-સાથે તેમના સૂચનો પણ મંગાવ્યા હતા. ત્યારે હાલમાં જ અફવા ઉંધી હતી કે, રાજ્યમાં પહેલી જૂનથી લોકડાઉન-5 અમલમાં આવશે અને બધું બંધ કરવામાં આવશે તેવી અફવાહ ઉડી હતી.

Image source

આ અફવાહ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી 1 જૂનથી લોકડાઉન-5નો અમલ કરવામાં આવશે. ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે.એવી અફવાહ તદ્દન પાયાવિહોણી ગણાવી છે. સરકારે દ્વારા આપવામાં આવેલી કોઈ પણ છૂટછાટ પાછી લેવાનો કોઈ નિર્ણય લીધો નથી. આ સ્થિતિમાં નાગરિકો આવી ખોટી અફવાઓથી દૂર રહે અને સરકાર પર વિશ્વાસ રાખે. આ સાથે જ વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર લોકડાઉન અંગે નિર્ણય લે તે પછી રાજ્ય સરકાર નિર્ણય લેશે.

લોકોમાં ડરનો માહોલ ઉભો થાય તેવા મેસેજ ફોરવર્ડ કરવા પણ ગુનો છે. માટે, આવા મેસેજ તમારી પાસે આવે ત્યારે જ તેને ડિલિટ કરી દેવા અને કોઈને મોકલવાની ભૂલ ક્યારેય ના કરવી. જો ગ્રુપમાં કોઈ આવા મેસેજ મૂકી ડર ફેલાવવા પ્રયાસ કરે તો તેને પણ વોર્નિંગ આપવી જરુરી છે.

જણાવી દઈએ કે, લોકડાઉન 5 અમલમાં આવશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક એડવાઈઝર ડોક્ટર સાહેબ કે વિજય રાઘવને પ્રેસ કોન્ફરસમાં કહ્યુ કે, કોવિડ-19 માટે દેશમાં વેક્સીન બનાવવાનો પ્રોસેસ ઝડપથી ચાલી રહી છે અને ઓક્ટોબર સુધી અમુક કંપનીઓને તેના પ્રી ક્લીનિકલ અભ્યાસ સુધી પહોંચવામાં સફળતા મળી શકે છે. વધુમાં કહ્યું કે, વિશ્વભરમાં વેક્સીન બનાવવાની ચાર પ્રક્રિયા છે. ભારત આ ચારેય પદ્ધતિનો ઉપયોગ કોવિડ 19 માટે વેક્સીન બનાવવામાં કરી રહ્યું છે.

વધુમાં ડો. રાઘવને કહ્યુ, કેટલિક કંપનીઓ એક ફ્લૂ વેક્સીનના બેકબોનમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી રહી છે. ઘણી સ્ટાર્ટઅપ અને કેટલાક એકેડમિક્સ પણ વેક્સીન બનાવવાની પ્રોસેસ માં લાગી ગઈ છે. સાથે વિદેશી કંપનીઓ સાથે વેક્સીન બનાવવામાં ભાગીદારી નિભાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કેટલિક વિદેશી કંપનીઓની સાથે અમે આગેવાની કરી રહ્યાં છીએ જ્યારે કેટલિકની આગેવાનીમાં અમે યોગદાન આપી રહ્યાં છીએ.વધુમાં તેમણે જણાવ્યું કે જનરલી કોઈ પણ વેક્સીન બનાવવામાં 10-15 વર્ષ લાગી જાય છે અને તેનો ખર્ચ 20- 30 કરોડ ડોલર સુધી આવે છે. કારણ કે કોવિડ 19 માટે એક વર્ષમાં વેક્સીન ડેવલોપ કરવાનું લક્ષ્ય છે, તેવામાં ખર્ચ વધીને 20 અબજથી 30 અબજ ડોલર થઈ શકે છે.

હવે અમારી કોશિશ છે કે 10 વર્ષને ઘટાડીને બસ 1 વર્ષમાં વેક્સીન ડેવલોપ કરી દઈએ. ત્યારે અમારે ઘણા મોરચા પર એક સાથે આગળ વધવુ પડશે. તેમાં રેગ્યુલેટરી લેવલથી લઈને ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમને ઝડપી કરવી પડશે અને ત્યારે ખર્ચ વધીને 2થી 3 અબજ ડોલર થઈ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.