દાહોદમાં પોતાની પત્નીને તાલિબાની સજા આપનાર પતિનો મામલો કેબિનેટમાં ઉછળ્યો હતો , રૂપાણીએ જે કહ્યું એ સાંભળીને હચમચી જશો

પતિ અને દિયરે સ્ત્રીનાં જાહેરમાં કપડાં ઉતાર્યાં, આ જોઈને રૂપાણીએ આપ્યા હતા મોટા આદેશ- જુઓ

મહિલાઓ ઉપર અત્યાચારોના કિસ્સા ઠેર ઠેરથી સામે આવી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામે પરિણીતાને પતિ અને સાસરિયાંએ નિર્વસ્ત્ર કરવાની ઘૃણાસ્પદ ઘટનાના હાલ સામે આવી હતી. હવે તેને પડઘા છેક કેબિનેટ સુધી પડ્યા છે. અને મીડિયા રિપોર્ટ પ્રમાણે સીએમ રૂપાણીએ આરોપીઓ સામે દાખલો બેસે એવી કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રીને સૂચના આપી હતી.

આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને સંવેદનશીલતાથી લીધી છે. આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરીને મોટા ભાગના આરોપીઓની ધરપકડ પણ કરી છે.

તો બીજી તરફ આ મુદ્દે મુખ્યમંત્રીની સૂચના બાદ દાહોદ કલેક્ટર અને એસપી જાતે જ આ કેસમાં ફોલોઅપ લઇ રહ્યા છે. કલેક્ટર હર્ષિત ગોસાવી અને એસપી હિતેશ જોયસરના જણાવ્યા મુજબ, આ ઘટનાની જાણ થતાં પોલીસે 12મીએ સાંજે ફરિયાદ દાખલ કરી હતી. પીડિત પરિણીતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

તો હવે આ ઘટનામાં પોલીસ પણ એક્શનમાં આવી છે અને દાહોદ જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓની મદદ લઇને કોમ્બિંગ કરી 19 પૈકી 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ પીડિતાને પણ પોલીસનું રક્ષણ આપવામાં આવ્યું છે.

દાહોદના જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં બનેલી આ શરમ જનક ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક પરિણીતા પર પ્રેમ સંબંધની શંકાએ માર મારવામાં આવ્યો હતો. પરિણીતાને માર મારી પ્રેમી સાથે તેનો વરઘોડો કઢ્યો હતો. અને ગામ લોકોએ મળી ખુબ જ માર માર્યો હતો. અને તમામની હાજરીમાં તેને નિવસ્ત્ર પણ કરી હતી.

આ ઘટનાનો વીડિયો વાયરલ થવાની સાથે જ પોલીસ સુધી પણ આ વીડિયો પહોંચી ગયો હતો, જેના બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. પોલીસે તાબડતોડ કાર્યવાહી કરતા સાસરી પક્ષના 19 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 3 જુવેનાઈલ મળી 14 આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે 5 આરોપીની શોધખોળ શરૂ કરી છે.

23 વર્ષીય પરીણિત પીડિતા લગ્ન આશરે 5 વર્ષ અગાઉ નજીકના ગામના દિનેશ સાથે થયા હતાં. પીડિતાને દોઢ વર્ષની એક દીકરી પણ છે. થોડા સમય પહેલા પીડિતા તેના માતા, પિતા અને પતિ સાથે રાજકોટના લતીપુર ગામે ખેતીકામ કરવા માટે ગયા હતાં. જ્યાં બોડેલી પાસે ઇંટના ભઠ્ઠા ઉપર મજૂરી કામ કરતી વખતે પીડિતાની આંખ ધાનપુર તાલુકાના જ વાંકોટા ગામના કમજી સાથે મળી ગઇ હતી. જેના બાદ બંને મોબાઇલ ઉપર વાત કરતાં હતા અને કોઇક વખત મળતા પણ હતાં.

પરણિતા પોતાના મોબાઈલને પોતાના પતિથી છુપાવીને રાખતી હતી. પરંતુ 5 જુલાઇના રોજ પીડિતાનો મોબાઇલ પતિના હાથ લાગી ગયો હતો. અને પતિના મારની બીકથી પીડિતા ભાગીને પ્રેમી પાસે વાંકીયા ગામે જતી રહી હતી. જેના બાદ પિયર અને સાસરીપક્ષ ના લોકો 6 જુલાઈના સવારમાં પરણીતાને પ્રેમી સાથે જ પકડીને ધાનપુર સાસરીમાં લઇ આવ્યા હતા.

જેના બાદ પરિણીતાના પ્રેમીને એક રૂમની અંદર પુરી દીધો હતો અને બાદમાં તેમને પરિણીતાને માર મારી પ્રેમી સાથે તેનો વરઘોડો કઢ્યો હતો. અને ગામ લોકોએ મળી ખુબ જ માર માર્યો હતો. અને તમામની હાજરીમાં તેને નિવસ્ત્ર પણ કરી હતી.

Niraj Patel