અજગરની ઝાડ ઉપર ચઢવાની આવી ટ્રીક તમે આજ પહેલા ક્યારેય નહિ જોઈ હોય, વીડિયો જોઈને યુઝર્સ પણ રહી ગયા છે હેરાન પરેશાન, જુઓ તમે પણ

અજગરની ઝાડ ઉપર ચઢાવાની ટ્રીક જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ કેવી રીતે જમીન ઉપરથી સડસડાટ ઝાડની ટોચ ઉપર પહોંચ્યો અજગર, વાયરલ થયો વીડિયો

ઇન્ટરનેટ પર સાપના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં દુનિયાભરના વિવિધ સાપની પ્રજાતિઓ લોકોનું ધ્યાન આકર્ષિત કરતી હોય છે, કેટલીક પ્રજાતિઓ એવી પણ હોય છે જે એકદમ દુર્લભ હોય છે અને તેવા વીડિયો પણ લોકો ખુબ જ જોતા હોય છે, પરંતુ હાલ એક અજગરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ અજગરમાં કઈ એવું ખાસ નથી, પરંતુ તે જે રીતે ઝાડ ઉપર ચઢી રહ્યો છે તેની ટ્રીક જોઈને સૌ કોઈ હેરાન છે.

આ વીડિયોને @animal.angry નામના યુઝરે Instagram પર શેર કર્યો છે. ક્લિપ એક ઝાડ સાથે શરૂ થાય છે જે તેની આસપાસ લપેટાયેલો અજગર દેખાય છે. થોડી જ સેકન્ડોમાં અજગરને વિચિત્ર રીતે ઝાડ પર ચડતો જોઈ શકાય છે. જ્યારે અજગર ઝાડના ઉપરના ભાગ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે તેની ઝડપ ખૂબ જ ઝડપી જોવા મળી હતી.

અજગર આ પ્રક્રિયા ચાલુ રાખે છે જ્યાં સુધી તે ઝાડની ટોચ પર ન પહોંચે. આ અજગર જે રીતે ઊંચા ઝાડ પર ચઢે છે કે તે જોઇને નેટીઝન્સને મંત્રમુગ્ધ કરી દીધા છે. જ્યારે ઘણા લોકોએ અજગરને ઝાડ પર ચઢતો જોયો તો તેઓ અચંબામાં પડી ગયા. આ વીડિયો 3 ઓક્ટોબરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ANIMALS 🌍 (@animal.angry)

શેર કરવામાં આવી ત્યારથી આ ક્લિપને લાખો વ્યૂ મળી ચૂક્યા છે અને સંખ્યા સતત વધી રહી છે. આ પોસ્ટે નેટીઝન્સને વિવિધ પ્રકારના જવાબો શેર કરવા માટે પણ પ્રેરિત કર્યા છે. વીડિયો જોઈને મોટાભાગના યૂઝર્સ ચોંકી ગયા હતા, જ્યારે કેટલાક લોકોને આ ટ્રિક ખૂબ પસંદ આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જોવા મળી રહ્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, ‘મને ડર લાગે છે, મને તે ઝાડની નજીક જતા પણ ડર લાગે છે. હું આવા ઝાડની નજીક ક્યારેય જઈશ નહીં.

Niraj Patel