પોતાના સરકારી બંગલે અધધધ હજારોની લાંચ લેતો ઝડપાયો ક્લાસ-1 અધિકારી, દર મહિને અધધધ હજારોનો હપ્તો લેતો હતો

ગુજરાતમાંથી ઘણીવાર ACB દ્વારા અધિકારીઓને કોઇ કામ માટે લાંચ લેતા ઝડપી પાડવામાં આવે છે. ત્યારે હાલમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના ભાવનગરના ડિવિઝનલ કન્ટ્રોલર પોતાના સરકારી બંગલામાં 50 હજાર રુપિયાની લાંચ લેતા ઝડપાયા છે. ત્યારે હાલમાં અશોક પરમાર નામના એક અધિકારીને ઘરમાં બનિયાન અને શોર્ટ્સ પહેરેલી હાલતમાં લાંચ લેતા ACB (anti corruption bureau gujarat) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર-મહુવા રુટ પર ચાલતી ખાનગી બસોને એસટી વિભાગ દ્વારા કોઈ હેરાનગતિ ના કરવા બદલ અશોક પરમાર દર મહિને 50 હજાર રુપિયાનો હપ્તો લેતો અને આ મામલે તેની સામે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ નોંધાતા અધિકારીને ઝડપી લેવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને તેને 50 હજાર રુપિયા કેશ સાથે સરકારી બંગલા પર ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભાવનગર એસ.ટી. સ્ટેન્ડ પાસેથી ખાનગી પેસેન્જર વાહનો ઉપાડવા પ્રતિબંધ હોવા છતાં મીની લકઝરી બસ જેવા વાહનો ચલાવવા દેવા

અને એસ.ટી. વિભાગ દ્વારા કોઈ ચેકીંગ કરી હેરાનગતિ ન થાય તે માટે પ્રાઈવેટ વાહન સંચાલકો પાસેથી દર મહિને 50,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવતી હતી. ત્યારે આ મામલે ACBમાં ફરિયાદ નોંધાતા ટ્રેપ ગોઠવી અશોક પરમારને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. એસીબીએ સફળ છટકુ ગોઠવી અશોક પરમારને 50000 લાંચ લેતા ઝડપી ધરપકડ કરી હતી. આ ઘટના 12 સપ્ટેમ્બરના રોજની છે.

સાંજના સમયે થયેલી કાર્યવાહી દરમિયાન આરોપી અશોક પરમાર બનિયાન અને શોર્ટ્સમાં હતો અને તેણે લાંચની રકમ સ્વીકારીને પોતાના ખિસ્સામાં મુકી હતી એ સાથે જ ACBની ટીમ ત્રાટકી અને લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી લીધો. આ સમગ્ર ટ્રેપ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. પટેલ દ્વારા મદદનીશ નિયામક પી.આર. રાઠોડના સુપરવિઝનમાં કરવામાં આવી હતી.

Shah Jina