ખબર

પ્રેમિકાને લઇ ગયો જંગલ, લફરાંનો ડાઉટ હતો અને અચાનક ચાકુ લઈને..જાણો વિગત

પ્રેમિકાએ આવું કર્યું તો પ્રેમીનો મગજ છટક્યો અને ચાકુથી મોતને ઘાટ…પછી…જાણો વિગત

એક સનકી પ્રેમીએ ચાકુથી પોતાની પ્રેમિકાનો જીવ લઇ લીધો. તે બાદ તેણે પોલિસ સ્ટેશનમાં સરેંડર કરી દીધુ. આરોપીએ પૂછપરછમાં જણાવ્યુ કે, ગર્લફ્રેન્ડના કોઇ બીજા સાથે સંબંધ હતા અને તે તેને નજરઅંદાજ કરતી હતી, એવામાં તેણે આવું પગલુ ભર્યુ. સંગમ વિહારની રહેવાસી 22 વર્ષિય રાબિયા દિલ્લી સરકારના સિવિલ ડિફેંસમાં કામ કરતી હતી. તેની પોસ્ટિંગ સાઉથ ઇસ્ટ દિલ્લીના SDM ઓફિસમાં હતી.

આ કિસ્સો દિલ્લીનો છે, જયાં રાબિયાની પોસ્ટિંગ દરમિયાન પહેલાથી SDM ઓફિસમાં તૈનાત 25 વર્ષિય નિજામુદ્દીને તેની ઘણી મદદ કરી હતી. એવામાં પહેલા મિત્રતા થઇ અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ. રાબિયા અને નિજામુદ્દીની પ્રેમ કહાનીમાં 26 ઓગસ્ટના રોજ એક એવો મોડ આવ્યો કે નિજામુદ્દીને રાબિયાના પૂરા શરીર પર ચાકુથી વાર કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી. પ્રેમિકાની લાશને ઠેકાણે લગાવ્યા બાદ નિજામુદ્દીને દિલ્લીના કાલિન્દી કુંજ પોલિસ સ્ટેશનમાં સરેંડર કરી દીધુ.

પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો કે, પ્રેમ થયા બાદ બંનેએ સાકેત કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. જો કે, તેણે લગ્નની હાલ તો કોઇ સાબિતી બતાવી નથી. પરંતુ રાબિયાના પરિવારે આ સંબંધ સ્વીકારવાની ના કહી. તે બાદ રાબિયાનો કોઇ બીજા સાથે સંબંધ થઇ ગયો હતો અને તે સતત નિજામુદ્દીનને ઇગ્નોર કરી રહી હતી.

એવામાં 26 ઓગસ્ટના રોજ રાબિયાને ફોન કરી નિજામુદ્દીને લાજપત નગર બોલાવી અને બંને ફરીદાબાદના કુંડ વિસ્તારમાં પહોંચ્યા, જયાં બંનેમાં ચર્ચા થઇ અને તે બાદ નિજામુદ્દીને રાબિયા પર વાર કરી તેની હત્યા કરી દીધી.