સુરતમાં પુરપાટ ઝડપે દોડતી બસ અચાનક દુકાનમાં ઘુસી ગઈ, બસમાં સવાર યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા, ઘાયલોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી જોવા મળે છે, ઘણા અકસ્માતની અંદર માસુમ લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે શહેરી વિસ્તારની અંદર સીટી બસનો પણ ઘણા લોકોને અડફેટે લેતી હોય છે. હાલ એક ઘટના સુરતમાંથી સામે આવી છે જ્યાં બેકાબુ બનેલી સીટી બસ સીધી જ એક દુકાનમાં ઘુસી ગઈ હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની અંદર એક સીટી બસની બ્રેક ફેઈલ થઇ જવાના કારણે તે એક દુકાનમાં ઘુસી ગઈ હતી, બસમાં સવાર યાત્રીઓનો જીવ પણ તાળવે ચોંટી ગયો હતો, આ દુર્ઘટનામાં બસની અંદર સવાર ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થઇ હતી, જેમને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ ઘટના સુરતના દિલ્હીગેટ વિસ્તારની અંદર બની છે. આ અકસ્માતના કારણે બસ અને હોટલને નુકશાન થયું છે, આ ઉપરાંત ત્યાં રહેલી એક કાર પણ નુકશાન ગ્રસ્ત બની છે. જ્યાં બે ટુ વ્હીલર પણ ક્ષતિગ્રસ્ત બન્યા છે.  હાલ આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવાના સમાચાર સામે નથી આવ્યા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવી રહ્યો છે.

મીડિયા દ્વારા મળી રહેલી માહિતી અનુસાર બસની બ્રેક ફેઈલ થઇ ગઈ હોવાના કારણે કોઈ મોટો અકસ્માત ના સર્જાય તે હેતુથી સીટી બસના ડ્રાઈવરે બસને હોટલમાં ઘુસાડી દીધી હતી.  આ ઘટના વહેલી સવારે બની હોવાના કારણે કોઈ જાનહાની થઇ નહોતી, પરંતુ ત્યાં પાર્ક કરેલી બાઈક અને કારને મોટું નુકશાન પહોંચ્યું હતું.

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી અને તેના બાદ આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સીટી બસ સીધી જ દુકાનમાં ઘુસી ગઈ છે અને ત્યાં ભારે નુકશાન પણ થયું છે. સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી.

Niraj Patel