12 દિવસના હનીમૂન ઉપર ગયેલી પાલક પિતા મહેશ સવાણીની દીકરીઓને આલીશાન રૂમ અને હોટલ સાથે મળી રહી છે શાનદાર સુવિધાઓ, જુઓ વીડિયો

હજારો દીકરીઓના પાલક પિતા તરીકે જે વ્યક્તિનું આજે સન્માન થાય છે એવા મહેશભાઈ સવાણીના સેવાકાર્યો વિશે તો સૌ કોઈ પરિચિત છે, તેઓ વર્ષોથી અનાથ અને પિતા વિહોણી દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવે છે. લગ્નમાં પણ તેમના માટે કરિયાવર સ્વરૂપે ઘણો બધો સામાન આપવામાં આવે છે, સાથે જ દીકરીઓ અને જમાઈને ફરવા માટે પણ મોકલવામાં આવે છે.

વર્ષોથી મહેશભાઈ સવાણી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતા હતા, પરંતુ સતત ચાલી આવતા તેમના આ કાર્યમાં બે વર્ષથી કોરોનાએ ભંગ પાડ્યો હતો, પરંતુ ગત વર્ષે કોરોનાની સ્થિતિ હળવી થવાના કારણે તેમને ડિસેમ્બર માસમાં 300 દીકરીઓના “ચૂંદડી મહિયરની” અંતર્ગત લગ્ન કરાવ્યા.

300 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યા બાદ આ તમામ દીકરીઓને હનીમૂન પેકેજ પણ આપવામાં આવ્યું, જે અંતગર્ત પહેલા ગ્રુપને મનાલી મોકલવામાં આવ્યા. જ્યાંથી તેમની શાનદાર તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં તમામ દીકરીઓ અને જમાઈઓના ચહેરા ઉપર ખુશી વ્યાપેલી જોવા મળી રહી છે.

બર્ફીલા મનાલીમાં આ કપલ માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, તેમના માટે ખાસ રૂમ અને ફરવા માટે પણ સુંદર આયોજન થતું જોવા મળી રહ્યું છે.જેનો એક વીડિયો મહેશભાઈ સવાણીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં શેર કર્યો છે, જેમાં એક દીકરી મનાલી પ્રવાસમાં કેવી સુવિધા મળી રહી છે તેનું વર્ણન કરી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક દીકરી મનાલીમાં તેના રૂમ પાસેથી વીડિયો બનાવી રહી છે અને વીડિયોમાં તે ખુબ જ ખુશ જોવા મળી રહી છે, સાથે જ મહેશભાઈ સવાણી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તેના પણ તે વખાણ કરી રહી છે અને રૂમ પણ ખુબ જ સરસ છે તેમ જણાવી રહી છે.

વીડિયોની અંદર દીકરી આખો રૂમ બાતવે છે અને આસપાસનું મનમોહક બર્ફીલુ વાતાવરણ પણ બતાવી રહી છે. સાથે જ એમ પણ કહે છે કે, “હું મારા પિતા મહેશભાઈ સવાણીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેમના કારણે અમે અહીંયા આવી શક્યા, જે અમે અમારી રીતે ક્યારેય ના આવી શકતા.

આ ઉપરાંત પણ મહેશભાઈ સવાણીએ તેમના સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો શેર કર્યા છે, જેમાં કપલ મનાલીમાં મજા માણતા જોવા મળી રહ્યા છે, સાથે જ તેમના ચહેરા ઉપર આ પ્રવાસની ખુશી પણ સ્પષ્ટ ઝળકી રહી છે. તમામ યુગલો મનાલી પ્રવાસ માટે મહેશભાઈ સવાણીનો આભાર પણ વ્યક્તિ કરી રહ્યા છે. આ ઉપરાંત કપલ મનાલીમાં ગરબા રમતા પણ જોઈ શકાય છે.

તમને જણાવી દઈએ કે ચૂંદડી મહિયરની અંતર્ગત આ પહેલું ગ્રુપ 5 જાન્યુઆરીના રોજ મનાલી જવા માટે રવાના થયું હતું. આ પહેલા પ્રાણી સંગ્રહાલયની પાછળ આવેલા મિતુલ ફાર્મ ખાતે મહેશભાઈએ દીકરીઓ અને જમાઈને ભેગા કરીને સમગ્ર મનાલી પ્રવાસ દરમિયાનનું આયોજન સમજાવ્યું હતું, જેના બાદ બપોરે 3:30 કલાકની આસપાસ તમામ યુગલોને રેલવે સ્ટેશન પહોચવવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને મનાલી જવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

મનાલીમાં આ યુગલ 12 દિવસ સુધી રોકાશે જ્યાં તેમના માટે હોટલમાં રહેવા જમવા તથા સાઈટ સીનની વ્યવસ્થા અગાઉથી જ કરવામાં આવી છે. મહેશભાઈ સવાણી દીકરીઓને કોઈ અગવળના પડે તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે.

Niraj Patel