કાળ બની ફરી વળ્યુ ડમ્પર, ઓટો સવાર 5નાં કરૂણ મોત- રિક્ષાની હાલત જોઈને ડરી જશો તમે, જુઓ
ઉત્તરપ્રદેશના ચિત્રકુટમાં 2 એપ્રિલ મંગળવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો, જ્યાં એક તેજ રફતાર બેકાબૂ ડંપરે એક ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી અને આ ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાના પરખચ્ચા ઉડી ગયા હતા. આ દર્દનાક અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા જ પોલિસ તાત્કાલિક પહોંચી હતી અને લાશોને પીએમ માટે ખસેડી હતી.
પોલિસ વધુ કાર્યવાહીમાં જોડાઇ ગઇ છે. ખબર અનુસાર, આ અકસ્માત આજે સવારે ચિત્રકુટમાં કર્વી કોતવાલી ક્ષેત્રના અમાનપુરમાં થયો હતો. જ્યાં સમ્રાટ હોટલ સામે તેજ રફતાર ડમ્પરે ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી. ઓટોમાં સવાર લોકો ચિત્રકુટ દર્શન કરી પરત ફરી રહ્યા હતા અને ત્યારે જ આ અકસ્માત થયો. ઘટના બાદ ચીખ પુકાર મચી ગઇ હતી. આસપાસના લોકો પણ ભારે સંખ્યામાં ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.
ઘટનાની સૂચના મળતા જ પોલિસ પણ પહોંચી અને સ્થાનીય લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યુ. આ પછી તાત્કાલિક ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા. અકસ્માત એટલો ભયંકર હતો કે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થાય હતા જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલિસે ઘાયલોને સ્થાનીય હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ત્રણેય ઘાયલોની હાલત ગંભીર છે. મૃતકો અને ઘાયલો ક્યાંના રહેવાસી હતા તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. પોલિસ પરિવારજનોનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે. એક રીપોર્ટ અનુસાર, ઓટોમાં 8 લોકો સવાર હતા, જેમાં ત્રણ મૃતકોની ઓળખ થઇ છે, 2 કન્નોજ અને 1 હમીરપુરના રહેવાસી છે.
ત્રણ ઘાયલોમાં કર્વીના નારાયનપુરના રહેવાસી અખિલેશનો 20 વર્ષિય દીકરો નિર્ભય અને અહમદગંજના રહેવાસી પ્રેમલાલનો દીકરો સૂરજ સામેલ છે. ત્યાં એક અન્ય ઘાયલ કિશોરની ઓળખ થઇ શકી નથી. ડંપરનો ચાલક અકસ્માત બાદ ડંપર છોડી નાસી છૂટ્યો હતો. પોલિસે ડંપરને સીઝ કરી દીધુ છે અને કાર્યવાહી શરૂ કરી છે.
#WATCH उत्तर प्रदेश: चित्रकूट में एक तेज़ रफ्तार डंपर वाहन ने एक ऑटोरिक्शा को टक्कर मार दी, जिससे पांच लोगों की मौत हो गई, तीन गंभीर रूप से घायल हो गए। घायलों को अस्पताल में भर्ती कराया गया है। pic.twitter.com/7ZggmhYJS6
— ANI_HindiNews (@AHindinews) April 2, 2024