હવે નથી ગભરાવવાની જરૂર : ચીનના જાનલેવા નિમોનિયાના દર્દી ભારતમાં નથી…સરકારે કરી સ્પષ્ટતા- જાણો વિગત

ચીનની રહસ્યમય બીમારીના ભારતમાં દર્દી નહિ : સરકારે મીડિયાને ખોટી કહી, કહ્યુ- બધા કેસ સાધારણ નિમોનિયાના છે…

શું ભારતમાં પણ ચીનની રહસ્ય બીમારીએ દીધી દસ્તક ? AIIMS દિલ્હીમાં મળ્યા 7 કેસ ? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ

સરકારે ભારતમાં ચીનના રહસ્યમય રોગના દર્દીઓ મળવાના મીડિયાના દાવાને ખોટો ગણાવ્યા છે. સરકારે ગુરુવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે AIIMS દિલ્હીમાંથી જે કેસ મળ્યા છે તે સામાન્ય ન્યુમોનિયાના છે. ચીનમાં ફેલાયેલા રોગ સાથે કોઈ લેવાદેવા નથી. જાન્યુઆરી 2023થી AIIMSના માઇક્રો બાયોલોજી વિભાગમાં 611 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને તેમાંથી કોઈપણમાં માઇકો પ્લાઝ્મા ન્યુમોનિયા મળી આવ્યો નથી.

AIIMSમાં મળેલ કેસને ચીનની રહસ્યમય બીમારી સાથે નથી કોઇ સંબંધ

સ્વાસ્થ્ય મંત્રાલય આના પર નજર રાખી રહ્યું છે. જણાવી દઇએ કે, હાલમાં જ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એઈમ્સમાંથી ચીનની રહસ્યમય બીમારીના 7 કેસ સામે આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે આ દર્દીઓ ભારતમાં એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે જોવા મળ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયે મીડિયાના દાવાને ખોટા ગણાવ્યા

જો કે આ દાવાને સ્વાસ્થ્ય મંત્રાલયે ખોટો ગણાવ્યો છે. ચીનમાં પહેલીવાર ઓક્ટોબરમાં માઇકોપ્લાઝમા ન્યુમોનિયાના દર્દીઓ મળવા લાગ્યા હતા. 23 નવેમ્બરના રોજ ચીની મીડિયાએ પ્રથમ વખત શાળાઓમાં રહસ્યમય રોગના ફેલાવા વિશે અહેવાલ આપ્યો હતો. અસરગ્રસ્ત બાળકોમાં ફેફસામાં બળતરા, તીવ્ર તાવ, ઉધરસ અને શરદી જેવા લક્ષણો દેખાઈ રહ્યા હતા. ત્યાં ભારતીય આરોગ્ય મંત્રાલયે 10 દિવસ પહેલા આ રોગને લઈને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઇઝરી પણ જારી કરી હતી.

ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કરી સ્પષ્ટતા

ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટતા જાહેર કરી કહ્યું કે જે પણ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હી AIIMSમાં મળી આવેલા બેક્ટેરિયાના કેસોનો ચીનમાં ફેલાયેલ રહસ્યમય બીમારી કે જે ન્યુમોનિયા જેવી છે તેની સાથે કોઈ સંબંધ છે, તે બધા ભ્રામક અને ખોટા છે.

Shah Jina