ચાઈનાએ એકસાથે ગગનચુંબી 15 ઇમારતોને કરી ધરાશાય, સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને લોકોની આંખો થઇ ગઈ પહોળી

સોશિયલ મીડિયાની અંદર ઇમારતોના ધરાશાયી થવાના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. આપણે જોયું છે કે કોઈપણ ઇમારતને ધરાશય કરવા માટે મોટો બંદોબસ્ત પણ કરવો પડે છે. ઘણીવાર આપણે એ પણ જોયું હશે કે બિલ્ડીંગને પાડવા માટે વિસ્ફોટકનો પણ ઉપયોગ કરવો પડતો હોય છે. ત્યારે જો એક સાથે જ 15 ગગનચુંબી ઇમારતોને ધરાશય કરવી હોય તો ?

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સાથે 15 ગગનચુંબી ઇમારતોને ધરાશય કરી દેવામાં આવી છે. આ વીડિયો ચીનના યુનાન પ્રાંતના કનમિંગનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં આ ગગનચુંબી ઇમારતોને એક સાથે નીચે પડતા જોઈ શકાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ 15 બિલ્ડિંગમાં 85,000 બ્લાસ્ટિંગ પોઈન્ટ્સ ઉપર 4.6 ટન વિસ્ફોટ રાખવામાં આવ્યો હતો. તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે આ બિલ્ડીંગ પાડવામાં ફક્ત 45 સેકેંડનો જ સમય લાગ્યો હતો. એક રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે કે બિલ્ડીંગને ધરાશય કરતી વખતે સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.


સુરક્ષા માટે રેક્સ્યૂ ડિપાર્ટમેન્ટ દ્વારા 2 હજારથી વધારે સહાયતા કર્મીઓની 8 ઇમરજન્સી રેસ્ક્યુ ટિમ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત આસપાસ રહેલી તમામ દુકાનોને પણ બંધ કરાવવામાં આવી હતી. આ બિલ્ડીંગને એટલા માટે પાડવામાં આવી કારણ કે તે ઘણા સમયથી ત્યાં બેકાર ઉભી હતી. જેના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું હતું.

Niraj Patel