પાંજરામાં રહેલા ચિમ્પાન્જીની સળી કરવી આ ભાઈને પડી મોંઘી, ચિમ્પાન્ઝીએ કર્યું એવું કે હવે તે કોઈ દિવસ પ્રાણી સંગ્રહાલયમાં આવવાનું નામ નહીં લે, જુઓ વીડિયો

પ્રાણીઓને જોવા કોને ના ગમે ? પરંતુ જંગલની અંદર ખુલ્લા પ્રાણીઓ જોવા માટે દૂર સુધી જવું પડે અને તેમાં પણ કેટલાક પ્રાણીઓ તો જોવા પણ ના મળે. ત્યારે લોકો પ્રાણીઓ જોવા માટે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવાનું નક્કી કરતા હોય છે. કારણ કે પ્રાણી સંગ્રહાલયમાં એક સાથે જ તમને ઘણા બધા પ્રાણીઓ જોવા પણ મળી જતા હોય છે.

પરંતુ ઘણા લોકો પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને હેરાન પણ કરતા હોય છે અને ઘણીવાર પ્રાણીઓને હેરાન કરવા તેમને ભારે પણ પડી શકે છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પાંજરામાં બંધ એક ચિમ્પાન્જી બહાર ઉભેલી વ્યક્તિ પર અચાનક હુમલો કરે છે. ચિમ્પાન્જી ખૂબ જ ગુસ્સામાં દેખાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ ચિમ્પાન્જીની પકડમાંથી પોતાને છોડાવવા માટે લાખો પ્રયાસો કરે છે. બીજો માણસ પણ તે વ્યક્તિને મદદ કરવાનો પ્રયાસ કરે છે, પછી ચિમ્પાન્જી તેને પણ પકડવાનો પ્રયાસ કરે છે. જોકે તે આ ચિમ્પાન્જીથી બચી જાય છે. વીડિયોના અંતે, ચિમ્પાન્જીએ માણસનો પગ પકડી લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Gidda company (@gieddee)

સોશિયલ મીડિયામાં આ વીડિયો તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો આ વીડિયોની મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કદાચ ચિમ્પાન્જી ગળે લગાવવા માંગે છે. આ વીડિયોમાં વ્યક્તિની હાલત જોઈને ઘણા લોકો પણ ચોંકી ગયા છે. તો ઘણા લોકો આ વીડિયોને જોઈને એમ પણ કહી રહ્યા છે કે આ લોકો પ્રાણી સંગ્રહાલયમાં નિયમોનું પાલન નથી કરતા જેની સજા તેમને પ્રાણીઓ જ આપે છે.

Niraj Patel