માછલીઓને ખવડાવવા માટે બેઠો ચિમ્પાન્ઝી, તેન ક્યૂટ ક્યૂટ એક્પ્રેશને જીતી લીધું યુઝર્સનું દિલ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોમાં પ્રાણીઓનું ક્યૂટ ક્યૂટ અદાઓ દિલ જીતી લેતી હોય છે, તો ઘણીવાર પ્રાણીઓની કેટલીક હરકતો હેરાન પણ કરી દેતી હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ જીતી લીધું છે.

વાયરલ વીડિયોમાં એક ચિમ્પાન્ઝી બંને દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓનો આનંદ લેતો બતાવવામાં આવ્યો છે. જંગલમાં પણ તે એક માણસની જેમ વર્તન કરે છે. આ વીડિયો ટ્વિટર પર પેજ ‘Buitengebiden’ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જે નિયમિતપણે રમુજી અને મનમોહક પ્રાણીઓના વીડિયો ટ્વીટ કરે છે.

આ વીડિયોમાં એક શાંત ચિમ્પાન્ઝીને પાર્કમાં એક તળાવ પાસે માછલીને ખવડાવવા માટે અમુક ખોરાક સાથે બેઠેલું દર્શાવવામાં આવ્યું છે. તે સ્પષ્ટ નથી કે આ એક મોટું પ્રાણી સંગ્રહાલય છે કે પાળેલું કે જંગલી ચિમ્પાન્ઝી છે જે માછલીઓને ખવડાવવા માટેપાર્કમાં આવ્યો હતો, પરંતુ ચિમ્પાન્ઝી પાણીમાં મુઠ્ઠીભર બીજ અથવા ટુકડાઓ સાથે માછલીને ખવડાવતી વખતે શાંતિ અનુભવે છે.

માછલીઓ આવીને ખોરાક ખાય છે અને ચિમ્પાન્ઝી પણ એ જ વાતનું પુનરાવર્તન કરે છે. માત્ર 16 સેકન્ડના આ વીડિયોએ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે. કેટલાક યુઝર્સે આ ચિમ્પાન્ઝીને ક્યૂટ કહ્યા છે તો કેટલાક તેના પરથી બોધપાઠ પણ લઈ રહ્યા છે કે જીવનમાં દરેકને મદદ કરી શકાય. એક યુઝરે લખ્યું કે મારે પણ આ ચિમ્પાન્ઝી સાથે બેસીને માછલીઓને ખવડાવવું પડશે.

Niraj Patel