બગીચામાં આ નાનું ટેણીયું કરી રહ્યું હતું નાના ડાયનાસોરની સવારી, અચાનક સામે આવી ગયું મોટું ડાયનાસોર, પછી જે થયું તે જોઈને..

સોશિયલ મીડિયા પર એવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે હસવા લાગશો. વીડિયોમાં એક બાળક નાના ડાયનાસોરની સવારી કરી રહ્યું છે કે એટલામાં મોટો ડાયનાસોર મેદાનમાં આવી જાય છે. બાળકોના શોખ પણ અનોખા હોય છે.

બાળકોને એવી એવી વસ્તુઓમાં કામ કરવામાં આનંદ આવે છે, જેને જોઈને વ્યક્તિ હસવા લાગે છે. જો કે બાળકોની આ વિશેષતા પર તેમના પર પ્રેમ પણ ઘણો આવતો હોય છે. આ જ કારણથી બાળકોના અજબ ગજબ પરાક્રમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

તેવામાં હવે એક બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ શાનથી ડાયનાસોરની સવારી કરતો જોવા મળી રહ્યો છે. જો કે બાળક જે ડાયનાસોર પર સવારી કરી રહ્યું છે તે થોડો નાનો છે અને અચાનક એક મોટો ડાયનાસોર બાળકનો રસ્તો રોકી દે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક સામાન્ય વિસ્તારમાં નકલી ડાયનાસોરની પીઠ પર સવારીનો આનંદ માણી રહ્યો છે. તે થોડે આગળ ચાલે છે કે તેને એક મોટો ડાયનાસોર ઊભેલો દેખાય છે. મોટા ડાયનાસોર પર સવાર એક માણસ પણ છે.

સૌ પ્રથમ બાળક તેના નાના ડાયનાસોર પર બેસીને મોટા ડાયનાસોર પાસે જાય છે. જેના પછી તરત જ બાળક તેના ડાયનાસોર સાથે ભાગી જાય છે. આ વીડિયોને Instagram પર fashioninmagazine પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકોએ જોયો છે. આ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે.

Patel Meet