દર્દનાક કિસ્સો: અચાનક જ ચાલી પડી લિફ્ટ, લોહીથી લથપથ થઇ વૃદ્ધ મહિલા, સામે આવ્યો દર્દનાક વીડિયો

ઘણીવાર દેશમાંથી એવી ચોંકાવનારી ઘટના સામે આવતી રહે છે કે આપણે તેને જોઇ કે સાંભળી હેરાન રહી જઇએ. હાલમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં એક લિફ્ટ અચાનક જ બંધ થયા વગર ચાલવા લાગી અને તેને કારણે એક વૃદ્ધ મહિલાનો પગ તૂટી ગયો. આ ઘટનાનો એક દર્દનાક વીડિયો પણ સામે આવ્યો છે. લિફ્ટમાં એક પગ મૂકતા જ લિફ્ટ ચાલુ થઈ ગઈ, જેના કારણે મહિલાનો પગ પાંચમા માળ સુધી લિફ્ટમાં ફસાઈ ગયો. આ ઘટના જિલ્લાના સ્મૃતિ નગર પોલીસ ચોકી ભિલાઈ વિસ્તારની છે. મહિલાના એક પગનું હાડકું તૂટી ગયું છે, જ્યારે બીજા પગમાં પણ ગંભીર ઈજાઓ પહોચી છે.

પીડિતાના પુત્રએ ચૌહાણ બિલ્ડકોન મેનેજમેન્ટ વિરુદ્ધ સ્મૃતિ નગર પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે. લિફ્ટની સામે સુરક્ષા માટે લગાવવામાં આવેલા સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર, પીડિતા સાવિત્રી દેવીના પુત્ર સૌરભ રંજને જણાવ્યું કે તેની માતા પરિવાર સાથે લિફ્ટ પર ચઢી રહી હતી. સૌરભ, તેની પત્ની અને પુત્ર લિફ્ટમાં ચઢ્યા હતા, પરંતુ જ્યારે સાવિત્રી દેવી ચઢી રહ્યા હતા ત્યારે લિફ્ટ દોડવા લાગી હતી. લિફ્ટ પાંચમા માળે બંધ પડી. ત્યાં સુધી લિફ્ટનો દરવાજો બંધ નહોતો.

ગ્રાઉન્ડ ફ્લોરથી પાંચમા માળ સુધી મહિલાના બંને પગ લિફ્ટ અને દિવાલમાં દટાયેલા રહ્યા. આ દરમિયાન સાવિત્રી દેવીના બંને પગમાં ઈજા થઈ હતી. લિફ્ટમાં લોહીના છાંટા પડ્યા હતા.સૌરભે તેની માતાના બંને પગ કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પણ કરી શક્યો નહોતો. સૌરભે જણાવ્યું કે, ચૌહાણ ટાઉન મેનેજમેન્ટની બેદરકારીને કારણે લિફ્ટની જાળવણી કરવામાં આવી ન હતી, જેના કારણે લિફ્ટ અચાનક દોડવા લાગી હતી. આ ઘટના ત્રણ દિવસ પહેલાની હોવાનું કહેવાય છે.પોલીસે રિપોર્ટ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

દુર્ગના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે મહિલાને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેનું નિવેદન લેવામાં આવ્યું છે. ફરી નિવેદન લેવામાં આવી રહ્યુ છે. ઔદ્યોગિક સુરક્ષાની ટીમ સુરક્ષા માપદંડોના આધારે તપાસ કરશે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.છત્તીસગઢના દુર્ગ જિલ્લામાંથી આ મામલો સામે આવ્યો છે.

Shah Jina