લગ્નના બે મહિનામાં જ પત્નીનું થયું મોત, રોજ સ્મશાનમાં જઈને રડતો હતો પોલીસ પતિ, આખરે તેને પણ સ્મશાનમાં કરી લીધો આપઘાત

હૃદય કંપાવી દેનારી ઘટના: “હું લતા વગર નહિ જીવી શકું…” 2 મહિના પહેલા જ થયા હતા,જે જગ્યાએ પત્નીના થયા હતા અંતિમ સંસ્કાર ત્યાં જ કર્યું મોતને વહાલું

પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ અનોખો હોય છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે પતિ અને પત્નીનો સંબંધ એક જન્મ નહિ પરંતુ સાત જન્મો સુધીનો હોય છે. ઘણા દંપતીઓ વચ્ચે અતૂટ પ્રેમના સંબંધો પણ જોવા મળતા હોય છે. ત્યારે હાલ એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. જેમાં પત્નીની મોતને સહન ના કરી શકનાર પતિએ પણ પત્નીની ચિતા પાસે જઈને જ મોતને વહાલું કરી લીધું હતું.

આ મામલો છત્તીસગઢ બાલોદનો છે. જ્યાં પત્નીના મોતના આઘાતમાં આવેલા પોલીસકર્મીએ પતિએ જે જગ્યાએ તેની પત્નીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો તે જગ્યાએ જઈને ફાંસી લગાવી લીધી હતી. જેના બાદ આખો જ પરિવાર શોકના માહોલમાં ગરકાવ થઇ ગયો છે.આ ઘટના અંગે જો વાત કરવામાં આવે તો બાલોદ પોલીસને ટેકાપાર નિવાસી મનીષ નેતામની લાશ ફાંસીના ફંદે લટકતી હોવાની સૂચના મળી હતી. જેના બાદ પોલીસે લાશને તેના મનીષના પરિવારજનોને સોંપી દીધી હતી.

મનીષના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા. 17 દિવસ પહેલા જ તેની પત્ની હેમલત્તાનું ઘરમાં લાગેલી ટાઇલ્સમાં પડી જવાના કારણે મોત થઇ ગયું હતું. મનીષ નેતામ ધમતરી જિલ્લાના બોરઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. પરંતુ મનીષ તેની પત્નીના મોતનો આઘાત સહન ના કરી શક્યો અને તેને પણ જ્યાં પત્નીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં જઈને જ આપઘાત કરી લીધો હતો.

મનીષ અને હેમલત્તા 2 મહિના પહેલા જ લગ્નના બંધનમાં બંધાયા હતા. તે બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. પત્નીના મોત બાદ તે ખુબ જ દુઃખી રહેતો હતો. ગામના લોકોનું માનીએ તો પત્નીના મોત બાદ મનીષ રોજ પત્નીના જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યાં જઈને બેસતો હતો અને ત્યાં રડ્યા કરતો હતો.

રોજની જેમ જ બુધવારના રોજ મનીષ અંતિમ સંસ્કાર વાળા સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ત્યાં બેસીને રડવા લાગ્યો હતો. થોડીવારમાં જ સ્મશાનમાં રહેલા બાવળના ઝાડ ઉપર તેને ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેને એક સુસાઇડનો તેના ભાઈને વૉટ્સએપ ઉપર મોકલી હતી. આપઘાતની ખબર મળતા જ ગામમાં હડકંપ મચી ગયો હતો.

મનીષે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “ફક્ત બે જ મહિના થયા છે અમારા લગ્નના, હું લતાને ભૂલી નથી શકતો. આટલી મહેનતથી બધા જ ઘરના લોકોએ મળીને નવું ઘર બનાવ્યું હતું અને જલ્દીથી લગ્ન પણ કર્યા. લગભગ બધી જ વસ્તુઓ સરખી ચાલી રહી હતી. પરંતુ ખબર નહીં ભગવાનને શું મંજુર હતું. એટલે હવે આ ઘરમાં રહેવાનું બિલકુલ મન નથી કરતું.”

Niraj Patel