પહેલી મેચમાં દર્શકોનું દિલ જીતનાર આપણો ગુજરાતી ચેતન સાકરીયા બોલીવુડની આ અભિનેત્રી સાથે જવા માંગે છે ડેટ પર

આઇપીએલ 2021ની 14મી સીઝનની શરૂઆત થઇ ગઈ છે. એક પછી એક દરેક મેચ ખુબ જ રોમાંચક પણ બની રહી છે. આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મુકાબલો યોજાવવાનો છે. પહેલી મેચની અંદર રાજસ્થાન રોયલ્સ પંજાબ સામે હારી ગયું હતું, પરંતુ આ મેચની અંદર બે ખેલાડીઓએ દિલ જીતી લીધું. એક રાજસ્થાનના કપ્તાન સંજુ સેમસન અને બીજો આ મેચની અંદર આઈપીએલમાં ડેબ્યુ કરનારા ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરીયા.

ચેતન સાકરીયાએ શાનદાર બોલિંગની સાથે શાનદાર ફિલ્ડિંગ પણ કરી હતી. તેને નિકોલસ પૂરણનો શાનદાર કેચ કર્યો તેના કારણે પણ તેને ખુબ જ પ્રસંશા મેળવી. આ ઉપરાંત ચેતને 4 ઓવરની અંદર 31 રન આપી અને 3 વિકેટ પોતાના નામે કરી હતી. જેના કારણે તેને પાવર પ્લેયર તરીકે પણ સન્માનવામાં આવ્યો હતો.

ત્યારે હવે ચેતન સાકરીયા ખુબ જ ચર્ચામાં પણ આવી ગયો છે. રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈજીએ બુધવારના રોજ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ ઉપર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ઝડપી ગેંદબાજ આકાશ સિંહ અને ચેતન સાકરીયા મસ્તી ભરેલા અંદાજમાં એક બીજાનું ઇન્ટરવ્યૂ કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોની અંદર ચેતન જણાવી રહ્યો કે તેનો આઇડિયલ ખેલાડી યુવરાજ સિંહ રહ્યો છે. બાળપણમાં તેને એજ ખેલાડી ગમતા જે છગ્ગા વધારે લગાવતા. જેના કારણે તે યુવરાજ સિંહને વધારે પસંદ કરતો હતો.

આકાશ સિંહે જયારે ચેતનને પૂછ્યું કે તે બોલીવુડની કઈ અભિનેત્રી સાથે ડેટ ઉપર જવા માંગે છે ત્યારે આપણા આ ગુજ્જુ બોલરે અનન્યા પાંડેનું નામ લીધું. સાકરિયાએ કહ્યું કે તે ખુબ જ સુંદર છે અને અને અનન્યા સાથે તે કોઈ બીચ ઉપર જવા માંગે છે.

Niraj Patel