સુરતમાં હોટલથી મેદાન ઉપર જતા ધોની અને તેની ટીમનો એક લુક જોવા માટે ચાહકોના ટોળા ઉમટ્યા, ધોનીએ હાથ હલાવી અને… જુઓ વીડિયો

હવે થોડા જ સમયમાં ક્રિકેટનો માહોલ જમવાનો છે, કારણે દેશની સૌથી લોકપ્રિય ક્રિકેટ સિરીઝ IPL તેના નવા રંગ રૂપ સાથે શરૂ થઇ રહી છે. ત્યારે આ દરમિયાન IPLની ટીમો પણ અભ્યાસમાં લાગી ગઈ છે, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ રમનારી IPLની ચેન્નાઇ સુપરકિંગ્સ સુરતમાં અભ્યાસ કરવા માટે થોડા દિવસ પહેલા જ આવી પહોંચી છે.

ત્યારે આ દરમિયાન સુરતવાસીઓ પણ ધોની અને ધોનીની સેનાને જોવા માટે ખુબ જ ઉસ્તાહિત થઇ રહી છે. હોટલ ઉપરથી ક્રિકેટના મેદાનમાં જતી વખતે વખતે ધોની સાથે તેની ટીમને જોવા માટે ચાહકોના ટોળા મળતા જોવા મળે છે. હોટલની બહાર પણ ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

આ દરમિયાન ધોનીની ઘણી ઝલક પણ કેમેરામાં કેદ થઇ જાય છે, અને તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. ધોનીની ટીમ સુરતની અંદર લાલાભાઇ કોન્ટ્રકટર સ્ટેડિયમની અંદર IPL માટેનો અભ્યાસ કરી રહી છે. સુરતની અંદર મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ સહિતના 25 જેટલા પ્લેયરો, 15 નેટ બોલર, બેટીંગ અને બોલીગં કોચ, ફિઝીયોની ટીમ સહિત કુલ 86 વ્યકિતનો સ્ટાફ સુરત ખાતે આવી પહોંચ્યો છે.

પ્રેકટિસ કરવા જવા દરમિયાન હોટેલની બહાર નીકળતા બસ ત્યાં દરવાજા પાસે પાર્ક થતા લોકોની ચિચિયારીઓ ગુંજવા લાગી હતી અને બાયો બબલના પ્રોટોકોલને લઈને અંદર જવાની મનાઈ હોવાથી લોકો એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધોની ધોનીની ચિચિયારીઓ કરવાનું ભૂલ્યા નહીં.ધોનીએ પણ તેમના ચાહકનું અભિવાદન જીલ્યું હતું.

હોટેલ લે મેરિડિયનથી લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ વચ્ચે 4 કિલોમીટરનું અંતર છે. રવિન્દ્ર જાડેજા અને જય શાહના મતે લાલ માટીની પીચ હોવાથી અનુકૂળતા મળે તે માટે સુરતમાં નેટ પ્રેકટિસ માટે પસંદ કરાયું, ચેન્નાઇની ટીમ સુરતમાં 22 તારીખ સુધી રોકાશે, બસમાં જ બાયો બબલમાં મુંબઈ જાવા રવાના થશે. સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં હોવાથી 17 માર્ચના રોજ સુરત આવીને પ્રેકટિસમાં જોડાશે

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ચેન્નાઇની ટીમે સુરતમાં પોતાનો બેઝ કેમ્પ બનાવ્યો છે, જેના લઈને સુરત વાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના આંગણે આવેલા ચેન્નાઇ સુપર કિંગ્સને જોઈને ક્રિકેટ રસિયાઓ પણ ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ દરમિયાન ધોનીની ઘણી ઝલકના વીડિયો પણ સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હાલમાં જ સામે આવેલા વીડિયોની અંદર ધોની હોટલમાંથી બહાર નીકળી અને ચાહકોનું અભિવાદન ઝીલતો બસમાં બેસીને સ્ટેડિયમ તરફ રવાના થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ધોનીએ પ્રેક્ટિસ માટેનો ચેન્નાઇ સુપર કિંગ્સનો ડ્રેસ પહેર્યો હતો, અને તેના હાથમાં બેગ પણ જોવા મળી હતી, સાથે જ તેને ચાહકોને જોઈને હાથ પણ હલાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ પહેલા પણ મહી જયારે સુરતમાં આવી પહોંચ્યો હતો  ત્યારની પણ તેની એક ઝલકનો વીડિયો અને તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી, ત્યારે ધોની કારમાંથી ઉતરી અને જતો જોવા મળ્યો હતો. ત્યારે હવે ક્રિકેટ રસિયાઓ IPLની રાહ જોઈ રહ્યા છે, અને સુરતમાં પ્રેક્ટિસ દરમિયાન ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ રહે ત્યાં સુધી તેમની એક ઝલક જોવા માટે પણ આતુર થઇ રહ્યા છે. ધોનીની પલટન સુરતના ડુમસ રોડ પર આવેલ લે મેરીડિયન હોટેલ પર રોકાઈ છે.

Niraj Patel