અહીં પોલીસે દ્વારા લોકોને જાગૃત કરવા માટે કરવામાં આવ્યો અનોખો ડાન્સ, વીડિયો જોઈને તમે પણ ઝૂમવા લાગશો

કોરોના મહામારીએ આખા દેશને પોતાના ભરડામાં લીધો છે, આ દરમિયાન તંત્ર અને પોલીસ દ્વારા પણ લોકોને જાગૃત કરવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. ઘણા લોકો હજુ આ મહામારીની ગંભીરતા નથી સમજી રહ્યા અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન નથી કરી રહ્યા.

થોડા સમય પહેલા કેરળ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટે ડાન્સ વીડિયો બનાવવામાં આવ્યો હતો. હવે ચેન્નાઇ રેલવે પોલીસ દ્વારા પણ એક એવો જ વીડિયો લોકોને જાગૃત કરવા માટે શેર કરવામાં આવ્યો છે.

ચેન્નાઇ રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ઉપર આવનારા યાત્રીઓ માટે નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ નૃત્યના માધ્યમથી ચેન્નાઇ પોલીસ લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના ઉપયોગ વિશે સમજાવી રહી છે.

મુશ્કેલીના સમયમાં બધાને સાહસ રાખવાનું છે, તસલ્લી રાખવાની છે, ખુશ રહેવાનું છે આ બધું જ નૃત્યના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન ચેન્નાઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનના રેલવે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. આ દરમિયાન રેલવેની મહિલા પોલીસ દ્વારા આખા ડ્રેસ સાથે હાથમાં ગ્લ્બ્સ અને મોઢા ઉપર માસ્ક પણ લગાવ્યું હતું.

ચેન્નાઇ રેલવે પોલીસ દ્વારા ખુબ જ વાયરલ થઇ રહેલા ગીત એંજોય એન્જોયમી પર ડાન્સ કરવામાં આવ્યો છે. આ ગીત ઉપર હાલમાં જ કેરળ પોલીસ દ્વારા પણ ડાન્સ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં હવે ચેન્નાઇ રેલવે પોલીસનો આ ડાન્સ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, તમે પણ જુઓ તેનો વીડિયો…

Niraj Patel