ખબર વાયરલ

આ વ્યક્તિએ બનાવ્યો એવી વસ્તુમાંથી કિંગ કોબ્રા કે જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી જશે, જુઓ વીડિયો

આજે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં લોકો પોતાના ટેલેન્ટને ખુબ જ સરળતાથી દુનિયા સમક્ષ બતાવી શકે છે. આપણે ઘણા લોકોના ટેલેન્ટને બહાર આવતા જોયા છે અને રાતોરાત સોશિયલ મીડિયામાં ફેમસ થતા પણ જોયા હશે, ઘણા લોકોના વીડિયોને જોઈને આપણે પણ આવા ગજબના ટેલેન્ટની પ્રસંશા કરવા લાગીએ છીએ.

ત્યારે હાલમાં જ એક ચોકલેટ મેકરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ગજબની ચોકલેટ બનાવે છે અને તેની ચોકલેટનો આકાર કિંગ કોબ્રા જેવો છે, કિંગ કોબ્રા ડરામણો સાપ જરૂર છે, પરંતુ આ વ્યક્તિએ જે ચોકલેટ બનાવી છે તેને જોઈને તમારા મોઢામાં પણ ચોક્કસથી પાણી આવી જશે.

વીડિયોમાં એક શેફને વિશાળ ચોકલેટમાંથી કિંગ કોબ્રા બનાવતા જોઈ શકાય છે. શેફની અદ્ભુત પ્રતિભાને વિશ્વભરમાંથી ઘણી પ્રશંસા મળી છે. ઇન્સ્ટાગ્રામ પર 7.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતા અમૌરી ગુઇચને વીડિયો શેર કર્યો અને તેને કૅપ્શન આપ્યું કે ચોકલેટ કિંગ કોબ્રાના સ્કેલ્સને ડિઝાઇન કરવામાં તેમને આઠ કલાક લાગ્યા છે. આ વીડિયો વાયરલ થયો છે અને માત્ર થોડા દિવસોમાં જ 80 લાખથી વધુ લોકોએ આ વીડિયોને જોયો છે.

 

View this post on Instagram

 

A post shared by Amaury Guichon (@amauryguichon)

સોશિયલ મીડિયા યુઝર્સ તેની પ્રતિભાથી ખૂબ પ્રભાવિત થયા હતા અને કોમેન્ટ સેક્શનમાં તેની પ્રસંશા કરી હતી. એક યુઝરે કહ્યું કે અમોરી અસાધારણ રીતે પ્રતિભાશાળી છે, જ્યારે બીજાએ કહ્યું કે તેની પાસે કુદરતી ભેટ છે અને તેની પ્રતિભાનો ઉપયોગ કરવા બદલ તેની પ્રશંસા કરી. એક અન્ય વપરાશકર્તાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને તેને પૂછ્યું કે તે કેવી રીતે કર્યું. ઘણા એવા લોકો પણ હતા જેમણે સાપથી તેમના ડર વિશે વાત કરી અને કહ્યું કે ચોકલેટ કિંગ કોબ્રા ખૂબ જ ડરામણો દેખાતો હતો.