એક વ્યક્તિ સૂતો અને અચાનક જ ચિત્તાએ આવીને કર્યુ એવુ કે… વીડિયો જોઇ લોકો થયા હેરાન

જયારે આપણે લાંબા સમય સુધી કોઇનું ધ્યાન રાખીએ તો તે હંમેશા આપણા પ્રતિ વફાદાર થઇ જાય છે. કંઇક આવું જ જાનવરોમાં જોવા મળે છે. તે ગમે તેટલા ખૂંખાર કેમ ન હોય, ઘણીવાર એવા વીડિયો સામે આવી જાય છે, જેમાં જોઇ શકાય છે કે સિંહ, વાઘ, ચિત્તો જેવા ખૂંખાર જાનવર પણ માણસોના મિત્રો બની જાય છે. કંઇક આવો જ વીડિયો હાલ સામે આવ્યો છે. જે જોઇને તમે પણ હેરાન રહી જશો.

સોશિયલ મીડિયા પર ટીવી અને બોલિવુડના મશહૂર કલાકાર સુનીલ ગ્રોવરે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ઠંડીમાં એક વ્યક્તિ જમીન પર પથારી કરી સૂતો છે અને તેના બાજુમાં જ ત્રણ ચિત્તા પણ છે. એક ચિત્તો વધારે ઠંડી લાગવા પર તેના માલિક પાસે જઇને સૂઇ જાય છે. ત્યારે બીજાને પણ ઠંડી લાગતા તે પણ ઉઠીને આવે છે અને તેના પગ પાસે સૂઇ જાય છે. પરંતુ છેલ્લે જે ચિત્તો આવે છે તે તેના માલિક પાસે આવીને તેને ચીપકીને સૂઇ જાય છે.

સુનીલ ગ્રોવર દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી 14 લાખથી પણ વધુ દેખવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover)

આ વીડિયો માણસ અને જાનવર વચ્ચેના પ્રેમનું ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યો છે. સુનીલ ગ્રોવરની વાત કરીએ તો, તે હાલમાં જ રીલિઝ થયેલ વેબ સીરીઝ “સનફ્લોવર”માં જોવા મળ્યા હતા. સાથે જ તે અમેઝોન પ્રાઇમ વીડિયોના કોમેડી શો “એલઓએલ-હંસે તો ફંસે”માં ફણ જોવા મળ્યા હતા.

Shah Jina