જંગલ સફારીનો આનંદ માણી રહ્યા હતા પ્રવાસીઓ, ત્યારે જ તેમની ગાડી ઉપર ચઢી ગયો ચિત્તો, પ્રવાસીઓના જીવ પણ તાળવે ચોંટ્યા, જુઓ વીડિયો

પ્રાણીઓ જોવાનું કોને ના ગમે ? ઘણા લોકો પ્રાણી સંગ્રાલયની મુલાકાત લેતા હોય છે તો ઘણા લોકો જંગલ સફારીનો આનંદ માનતા હોય છે, ઘણીવાર જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓ સાથે એવી એવી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોય છે. આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ચિત્તો પ્રવાસીઓની ગાડી ઉપર ચઢેલો જોવા મળી રહ્યો છે.

ચિત્તો વિશ્વનું સૌથી ઝડપી દોડતું પ્રાણી છે, જેને નજીકથી જોવું ખૂબ જ રોમાંચક છે ! મોટી બિલાડીઓના પરિવારનો આ સભ્ય 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જો કે આખી દુનિયામાં માત્ર થોડા જ ચિત્તા બચ્યા છે. જાનવરનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પર્યટક વાહન પર ચડતા અને તેની ઉપર બેસેલા ચિત્તાની આ ક્લિપ તાંઝાનિયાના સેરેનગેતીની છે, જેને IFS સુરેન્દર મેહરાએ ટ્વિટર પર શેર કરી છે.

50 સેકન્ડના આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓથી ભરેલા બે વાહનો ખુલ્લા મેદાનમાં ઉભા છે. તેમાંથી એક વાહનના પાછળના ટાયર પર ચિત્તો ગર્વથી ઊભો છે. જ્યારે વાહનમાં બેઠેલા અને નજીકમાં હાજર અન્ય પ્રવાસીઓ ચિત્તાને કેમેરામાં કેદ કરી રહ્યાં છે. અચાનક ચિત્તા સ્ટેન્ડ લે છે અને પછી વાહનની ટોચ પર બેસી જાય છે. કારમાં બેઠેલી એક મહિલા તેની તસવીરો લેવા માટે ચિતા પાસે ચાલીને જાય છે.

જો કે, ચિત્તો કોઈના પર હુમલો કરતો નથી. તે વાહનની છત પર આરામથી બેઠો છે, તે દૃશ્યનો આનંદ માણી રહ્યો છે. જો કે આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો તે સ્પષ્ટ નથી. સોશિયલ મીડિયામાં આ વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો આ વીડિયોને ડરામણો વીડિયો પણ કહી રહ્યા છે, તો ઘણા લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel