લોન્ચ થઇ ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ફક્ત 2,000 રૂપિયા ભરાવીને જ કરી શકો છો બુકીંગ, એક વાર ચાર્જ કરવા પર ચાલશે આટલા બધા કિલોમીટર

ખુશખબરી: ફક્ત રૂ.2 હજારમાં લઈ જાવ સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, લૉન્ચ થતા જ પડાપડી થઇ ગઈ છે જુઓ

આજના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના કારણે લોકો હવે વૈકલ્પિક ઉપાયો શોધવા લાગી ગયા છે, તેમાં સીએનજી અને ઇલેક્ટ્રિક કાર લોકોની પહેલી પસંદ છે. જો કે સીએનજીના ભાવમાં પણ છેલ્લા થોડા સમયમાં જ તોતીંગો વધારો થતો જોવા મળ્યો છે જેના કારણે ઇલેક્ટ્રિક કાર તરફ લોકો આગળ વધવાનું વિચારે છે, પરંતુ ઇલેક્ટ્રિક કારની કિંમતો પણ સામાન્ય માણસના ખિસ્સાની બહાર છે. ત્યારે હાલમાં જ એક ઇલકેટ્રીક કાર લોન્ચ કરવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી દેવામાં આવી છે. આ કારનું નામ PMV EaS-E છે. તેને મુંબઈ સ્થિત સ્ટાર્ટઅપ પર્સનલ મોબિલિટી વ્હીકલ (PMV ઇલેક્ટ્રિક) દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક માઈક્રો કાર PMVની એક્સ-શોરૂમ કિંમત માત્ર 4.79 લાખ રૂપિયા છે. જોકે આ કિંમત શરૂઆતના 10 હજાર ગ્રાહકો માટે હશે.

આ કારને લોન્ચિંગ પહેલા જ 6000 બુકિંગ મળી ચૂક્યા છે. ગ્રાહકો આ વાહનને કંપનીની વેબસાઇટ પરથી બુક કરાવી શકે છે. સૌથી સસ્તી હોવા ઉપરાંત, તે દેશની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર પણ છે. PMV Eas-E ઇલેક્ટ્રિક કાર ફુલ ચાર્જ પર 200 કિમી સુધીની રેન્જ આપે છે. તેની ટોપ સ્પીડ 70 kmph છે. PMV Eas-E ઇલેક્ટ્રિક સ્માર્ટ કારને મોબાઇલ ફોન દ્વારા નિયંત્રિત કરી શકાય છે.

કારને IP67 રેટિંગ સાથે 10 Kwh લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી પેક મળે છે. ઇલેક્ટ્રિક કાર PMSM ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત હશે જે 10kw પાવર અને 500 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. PMV દાવો કરે છે કે Eas-E ઇલેક્ટ્રિક કારની ઓપરેટિંગ કિંમત 75 પૈસા/km કરતાં ઓછી છે. આ ઈલેક્ટ્રિક કારમાં ક્રૂઝ કંટ્રોલ, રિમોટ પાર્કિંગ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓન-બોર્ડ નેવિગેશન સાથે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.

Niraj Patel