યુવતિએ કર્યા હિંદુ યુવક સાથે લગ્ન, ધર્મની દીવાલ તોડી મંદિરમાં લીધા 7 ફેરા, નામ-ધર્મ પણ બદલ્યો

છોકરીએ લગ્ન પછી ધર્મ અને નામ બદલાવી નાખ્યું, હિન્દૂ નામ જાણીને ચોંકી જશો

દેશમાં અવાર નવાર લવ જેહાદ અને ધર્માંતરણ સાથે જોડાયેલી ખબરો સામે આવી રહી છે. આ વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધર્મની દીવાાલ તોડીને લગ્ન કરેલ એક સાચા પ્રેમીની કહાની સામે આવી છે. યુવતિએ તેના પરિવાર સાથે સંબંધ તોડી હિંદુ યુવક સાથે મંદિરમાં જઇ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા.

આ પ્રેમ કહાની બિહારના બેગૂસરાય જિલ્લાના સાહેબપુર કમાલ ક્ષેત્રના મંદિરની છે. જયાં ચાંદ બીવી નામની યુવતિએ તેના પ્રેમી રાજીવ પાસવાન સાથે સાત ફેરા લીધા. એટલું જ નહિ તેણે લગ્ન બાદ તેનું નામ બદલી હિંદુ સંસ્કૃતિ હિસાબે ચંદા રાખી લીધુ. સોશિયલ મીડિયા પર બંનેની લવ સ્ટોરી વાયરલ થઇ રહી છે. જણાવી દઇએ કે, તે બંનેની પ્રેમ કહાની 2016માં શરૂ થઇ હતી. રાજીવ ડ્રાઇવર છે અને તેની ચાંદ બીવી સાથે પહેલી મુલાકાત બલિયા જિલ્લાના ડિજનીલૈંડમાં થઇ હતી. જયાં બંને પહેલી મુલાકાતમાં જ એકબીજાને દિલ આપી બેઠા.

પહેલા બંને વચ્ચે મિત્રતા થઇ અને તે મિત્રતા પ્રેમમાં કયારે બદલાઇ ગઇ તેની તેઓને ખબર જ ના પડી. ચાંદ બીવી અને રાજીવે સાથે જીવવા મરવાની કસમો ખાઇ લીધી. તે બંને લગ્ન કરવા ઇચ્છતા હતા. 23 ઓગસ્ટના રોજ રાજીવ તેને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. જયાં યુવતિના પરિજને દેખી લીધો અને તેની ખૂબ પિટાઇ કરી. એટલું જ નહિ તેને પોલિસના હવાલે પણ કરી દીધો. તે બાદ યુવતિએ દુખી થઇને ઝેર ખાઇ લીધુ.

કોઇ પણ રીતે આસપાસના લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવી. તેને હોશ આવતા જ તે બોલી કે તે રાજીવ સાથે લગ્ન કરશે. નહિ તો પોતાનો જીવ આપી દેશે. સ્થાનીય લોકો અને બજરંગ દળના લોકોએ મળીને શુક્રવારના રોજ બંનેના મંદિરમાં લગ્ન કરાવ્યા. હવે બંને આ લગ્નથી ઘણા ખુશ છે. તેણે લગ્ન બાદ હિંદુ ધર્મ કબૂલ્યો છે. આ સાથે જ તેણે તેનું નામ પણ બદલ્યુ છે.

Shah Jina