“તારક મહેતા”ના બાપુજી ચંપકલાલ ગડા છે ચેન સ્મોકર, જાણો તેમના વિશેની એવી વાત જે તમને નહિ ખબર હોય

સંસ્કારી નહિ પણ ચેન સ્મોકર છે ચંપકલાલ…અસલી કહાની જાણીને ચોંકી જશો

નાના પડાદાના સૌથી પોપ્યુલર ટીવી શોમાંના એક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ 10ની અંદર જ જોવા મળે છે. શોના બધા પાત્રો અને કલાકારો હિટ થઇ ચૂક્યા છે. આ ટીવી શો 3000થી વધુ એપિસોડ પૂરા કર્યા બાદ કેટલાક મામલે રેકોર્ડ બનાવી ચૂક્યો છે.

આ શો ચાહકોના દિલ પર રાજ કરે છે. શોમાં જોવા મળતા બધા કલાકારોની એક અલગ ફેન ફોલઇંગ છે. પરંતુ એક પાત્ર છે જેઠાલાલના બાપુજી ચંપકલાલનું જેમના વિશે આજે તમને અમે અવી વાતો જણાવવા જઇ રહ્યા છીએ, જે તમે કયારેય નહિ સાંભળી હોય.

શું તમે જાણો છો કે ચંપકલાલનું પાત્ર એક ચેન સ્મોકર હતુ ? શોના ચાહકો એ વાત સારી રીતે જાણે છે કે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ગુજરાતીના મશહૂર કોલમનિસ્ટ તારક મહેતાના કોલમ “દુનિયાના ઉંધા ચશ્મા”થી ઇંસ્પાયર્ડ છે.

આ કોલમમાં તારક મહેતા સામાન્ય માણસના રોજના જીવનને લઇને વ્યંગ લખતા હતા. ઘણા જ ઓછા લોકો જાણે છે કે, શોમાં બતાવવામાં આવેલ ચંપકલાલનું પાત્ર રિયલ પાત્રથી ઘણુ અલગ છે.

શોના સ્ક્રીનપ્લે હિસાબે ચંપકલાલ એટલે કે જેઠાલાલના બાપુજીના પિતા એક ગુસ્સાવાળા છે, જે વાત વાત પર સંસ્કારોનો પાઠ ભણાવે છે જયારે કોલમ વાળા ચંપકલાલ એક ચેન સ્મોકર છે. જેમના હાથમાં હંમેશા સિગરેટ હોય છે.

તમને જણાવી દઇએ કે, શોમાં ચંપકલાલનું પાત્ર 48 વર્ષિય અમિત ભટ્ટ નિભાવી રહ્યા છે. તે તેમના ઓનસ્ક્રીન દીકરા જેઠાલાલ એટલે કે દિલીપ જોશીથી નાના છે. ડીએનએની રીપોર્ટ અનુસાર અમિત ભટ્ટને એક એપિસોડના લગભગ 80 હજાર રૂપિયા આપવામાં આવે છે.

Shah Jina