ઈડરના રાજવી પરિવાના મોભીનું નિધન થતા બેસણામાં જોવા મળ્યો લગ્ન જેવો રજવાડી ઠાઠમાઠ, 100 ગાયોનું કર્યું દાન અને 5000 વૃદ્ધોને કરાવશે અયોધ્યાની યાત્રા

ઠાઠમાઠથી યોજાયું રાજવીનું બેસણું:ઈડરમાં રાજવી પરિવારના મોભીનું અવસાન થતાં લગ્નપ્રસંગની જેમ શોકાંજલિ ઊજવાઈ, 100 ગાયનું દાન અને 5 હજાર વૃદ્ધોને અયોધ્યાયાત્રા

Ceremonies after death with fanfare  : આપણા હિન્દૂ ધર્મમાં જન્મ પહેલાથી લઈને મૃત્યુ બાદ સુધી અલગ અલગ પ્રસંગો યોજાતા હોય છે. માણસના મૃત્યુ બાદ બારમું તેરમું અને બેસણા જેવા કાર્યક્રમો પણ થતા હોય છે. ત્યારે હાલ ઇડરના રાજવી પરિવારમાં એક વ્યક્તિના નિધન બાદ રાખવામાં આવેલું તેમનું બેસણું ચર્ચામાં આવ્યું છે. જેની અંદર લગ્ન જેવો રજવાડી ઠાઠમાઠ જોવા મળ્યો હતો. આ બેસણું આસપાસના પંથકમાં જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં હાલ ચર્ચા જગાવી રહ્યું છે.

રાજવી પરિવારના મોભીનું નિધન :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ઇડર તાલુકાના ભવાનગઢ ગામે રાજવી પરિવારના મોભી રાજવી પ્રવીણસિંહ કુંપાવતનું 70 વર્ષની વયે 18 સેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયામાં નિધન થયું હતું. ત્યારે તેમના પરિવારજનોએ તેમનું બેસણું એક અલગ રીતે રાખવાનું નક્કી કર્યું. જેમ લગ્ન બાદ રિસેપશનમાં તામજામ જોવા મળે છે એમ આ બેસણા પણ એવો જ શાહી તામઝામ જોવા મળ્યો હતો. રાજવી પ્રવીણસિંહ ફોટોગ્રાફીના ખુબ જ શોખીન હતા. તેથી પરિવારે આ બેસણામાં ફોટો પ્રદર્શન પણ રાખ્યું હતું.

લગ્ન જેવો ઠાઠમાઠ :

આ ઉપરાંત લગ્નના રિસેપશનની જેમ એન્ટ્રી ગેટ પર પણ સ્વર્ગસ્થ પિતાનું તસવીરો રાખવામાં આવી હતી અને રંગબેરંગી મંડપ સજાવવામાં આવ્યો હતો. ઉપરાંત બેસણામાં આવનારા મહેમાનો માટે ભાત ભાતના પકવાનનું પણ આયોજન કર્યું હતું અને મહેમાનોએ સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો. પ્રવીણસિંહ કુંપાવતે તેમનું આખું જીવન હસતા હસતા વિતાવ્યું હતું અને તેથી જ પરિવારે તેમના બેસણામાં શોક જેવો નહિ પરંતુ હર્યુંભર્યું વાતાવરણ રાખવાનો નિર્ણય કર્યો.

100 ગાયોનું દાન અને વૃદ્ધોને અયોધ્યાની યાત્રા :

આ ઉપરાંત રાજવી પરિવાર દ્વારા આ બેસણામાં 100 ગાયોનું દાન અને 5000 વડીલોને અયોધ્યામાં રામ દર્શનની યાત્રા કરાવવાનો પણ નિર્ણય કર્યો હતો. બેસણામાં જોવા મળેલો આ વૈભવ અને તેમના દ્વારા કરવામાં આવેલા આ દાનને જોઈને સૌ કોઈ અભિભૂત થઇ ગયા હતા. ત્યારે આ ખબર સામે આવતા જ ઠેર ઠેર રાજવી પરિવારના વખાણ પણ થઇ રહ્યા છે.

Niraj Patel