“તમારી આંખોમાં હું નકામો છું. મને લાચારી અને ગુસ્સાની લાગણી જણાતી હતી. મને કોઈ પ્રેમ નથી કરતું !” ચાર સુસાઇડ નોટ લખીને અમદાવાદમાં ભણતા વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી ઝમ્પલાવ્યું..
cept student last note: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ખાસ કરીને યુવાનો દ્વારા આપઘાત (suicide) કરવાના મામલાઓ વધુ જોવા મળે છે. કેટલાક ભણતા વિદ્યાર્થીઓ ભણતરના ભારથી કચડાઈને પણ આપઘાત કરી લેતા હોય છે. તો કોઈ મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ ના આવવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતું હોય છે. એવા જ એક વિદ્યાર્થીએ અમદાવાદમાં આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
મૂળ વડોદરા (baroda) ના અને હાલ અમદાવાદ (ahemdabad) ની સેપ્ટ યુનિવર્સીટી (cept university) ના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસમાં અભ્યાસ કરી રહેલા 23 વર્ષના શિવ મિસ્ત્રીએ પંચવટી પાસે આવેલા ધ્રુવીન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદકો મારી મોતને વહાલું કરી લીધું. ઘટનાની જાણ થતા જ યુનિવર્સીટી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને યુવક દ્વારા લખવામાં આવેલી બે સુસાઇડ નોટ પણ મળી આવી છે.
ત્યારે વિદ્યાર્થીએ લખેલી સુસાઇડ નોટ અન્ય વાલીઓ માટે પણ ચેતવણી રૂપ બની છે. તેને સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, ” પ્રિય મમ્મી પપ્પા, હું તમને પ્રેમ કરું છું, હું જે કરી રહ્યો છું એ બદલ તમારી માફી માંગુ છું. મે વધુ એક વખત નિરાશ કર્યા છે. મને હંમેશા એમ લાગતું કે જીવન પૈસા અને ભૌતિક ચીજો માટે નથી પરંતુ તમે જીવનમાં શું કરો છો તેના માટે છે. મારે જીવનમાં જે કરવું હતુ એ માટે હું સક્ષમ ન હતો અને હું જે કરી રહ્યો છું તેના કારણે હું પરેશાન હતો.”
વિદ્યાર્થીએ આગળ લખ્યું કે, “સેપ્ટમાં પરત આવવાનો નિર્ણય મારો હતો. મને લાગતું હતુ કે, હું આર્કિટેક્ચરનું ભણતર પુરૂં કરીશ પણ હવે મને લાગે છે કે, આ નિર્ણય મેં ઘરેથી દૂર રહેવા માટે કર્યો હતો. મને લાગતુ હતુ કે, તમારી આંખોમાં હું નકામો છું. મને લાચારી અને ગુસ્સાની લાગણી જણાતી હતી. મેં કેટલાક વર્ષો આપણા વર્કશોપમાં પણ કામ કર્યુ, મારી ઇચ્છા નહતી તે છતાં અભ્યાસ માટે મેં એ કામ કર્યુ. હું ઇચ્છીત બાળક નથી અને મને કોઇ પ્રેમ કરતું નથી.”
તેને એમ પણ લખ્યું કે, “હવે મને લાગે છે કે, મારે સેપ્ટમાં ભણવાની જરૂર ન હતુ. સેપ્ટમાં ભણતર માટે આટલો બધો ખર્ચ કર્યા પછી. જીવનમાં મને આટલો આગળ લાવ્યા તેના માટે તમારો આભાર માનું છું.તેને પોતાની ગર્લફ્રેન્ડને અનુલક્ષીને પણ લખ્યું છે કે “તું મને માફ કરજે અને સારૂં પાત્ર શોધીને જીવનમાં ઠરીઠામ થઇ જજે.” આ ઉપરાંત તેને અંતિમ ચિઠ્ઠીમાં પોતાના મિત્રોનું પણ સંબોધન કર્યું છે.