ખબર

ગુજરાતમાં આવેલી કેન્દ્રની ટીમે કોરોનાનું ખોલ્યું મોટું રાઝ, કોની બેદરકારીના કારણે રાફડો ફાટ્યો?

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાયો છે ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં પણ વધતા કેસોને રોકવા માટે ગઈકાલથી 57 કલાકનો કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે આ બધા વચ્ચે જ હવે કેન્દ્રની ટીમ ગુજરાતમાં સમીક્ષા કરવા માટે આવી પહોંચી છે.

Image Source

કેન્દ્રની અંદરથી રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ. કે. સિંઘની ટીમ ગુજરાતમાં સમીક્ષા કરવા માટે SVP હોસ્પિટલની મુલાકાતે પહોંચી હતી. આ મુલાકાત બાદ તેમને પત્રકારો સાથે પણ વાતચીત કરી હતી.

Image Source

આ વાતચીતમાં ડૉ. સુજીત કુમારે જણાવ્યું હતું કે: ” અધિકારીઓ સાથે બેઠક કરીશું અને બે દિવસ સુધી ગુજરાતમાં રહીશું. હજુ અમે વડોદરા અને અન્ય જિલ્લામાં સ્થિતિની પણ મુલાકાત લઇશું.”

Image Source

તો દિવાળીના તહેવાર દરમિયાન એકત્ર થયેલી લોકોની ભીડના કારણે કોરોના વકર્યો હોવાનું અને લોકોની બેદરકારીના કારણે આ પરિણામ આવ્યું હોય, જેમાં સંક્ર્મણ માટે તંત્ર નહિ પરંતુ લોકો જવાબદાર છે એમ કેન્દ્રની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કેન્દ્રમાંથી ડૉ. સુજીત કુમાર સહીત બીજા પણ ત્રણ ડોક્ટરની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે અને તે અમદાવાદ અને વિવિધ જિલ્લાઓમાં ફરી સમીક્ષા કરશે.