અસામાજિક તત્વો કેબલ ને લાતો મારતા હતા? સરકારે મૃતક અને ઇજાગ્રસ્તો માટે પેકેજ જાહેર કર્યું, આટલા મળશે

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ મોરબીમાં થયેલી ભયાનક દુર્ઘટનાને લીધે અત્યારે જ મોરબી જવા રવાના થઈ ગયા છે. તેમણે ટ્વિટર પર ટ્વીટ કરી જાહેરાત કરી છે કે આગામી તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે, ‘સાંજે 6.30 કલાકે પુલ તૂટ્યો હતો અને સાંજે 6.45 વાગ્યાથી બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ ઉપરાંત 6.50 વાગ્યે પહેલો દર્દી હોસ્પિટલ પહોંચ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 7 લોકોના મોત નીપજ્યા છે.’

બેસતા વર્ષે આ પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 5 દિવસ પહેલા જ નવા વર્ષે ખુલ્લો મુકાયેલો બ્રિજ આજે તૂટી પડતાં ઢગલાબંધ લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે 35થી વધુ લોકોના મોત થઈ થઇ ચુક્યા હોય શકે છે જ્યારે આંકડો ઘણો મોટો હોવાની ચર્ચા ઘટનાસ્થળે થઈ રહી છે.

મોરબીનો રાજાશાહી સમયનો આ ફેમસ ઝૂલતો પુલ તૂટતા સૌરાષ્ટ્ર, ગુજરાત સહીત દેશભરમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. પૂલ પર મોટી સંખ્યામાં મહિલા અને બાળકો સહીત આશરે ચારસો લોકો બ્રિજ પર હતા. તે દરમિયાન પુલ તુટતા 500 લોકો નદીમાં ખાબક્યા હતા.

પુલ તૂટતાં જ લોકો કેબલ પર લટકાઈ ગયા હતા અને પાણીમાં ગરકાવ થયા પછી તરીને જીવ બચાવવા માટે ચારે બાજુ લોકો તરફડીયા મારી રહ્યા હતા. તેટલું જ નહીં, વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, કેટલાંય લોકો એકબીજાના હાથ-પગ પકડીને એકબીજાને બચાવવા માટે મથી રહ્યા હતા. સેન્ટ્રલ ગવર્મેન્ટ મૃત્યુ પામેલા લોકોને 2 લાખ અને ઈન્જર્ડ થઇ ગયેલા લોકો માટે 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આ ખતરનાક દુર્ઘટના માટે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટમાં લખ્યું કે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપશે. ગુજ્જુરોક્સ અહીં રજૂ કરેલ વાયરલ વીડિયો પરથી લીધેલી તમામ તસવીરો ની પુષ્ટિ નથી કરતું. આ વિડીયો ઘટના સમયે નો છે કે જૂનો છે તેની અમે પુષ્ટિ નથી કરતા.

YC