વાહ વાહ, લક્ઝરી કારથી લઇને ગુચીની ડાયમંડ જડેલી બેગ – અનંત રાધિકાને જુઓ કોને કોને મોંઘી ગીફ્ટો આપી
Celebs’ gifts at Anant-Radhika’s pre-wedding : ભારતના દિગ્ગજ ઉદ્યોગોંગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની પ્રિ વેડિંગ સેરેમની ધામધૂમથી જામનગરમાં યોજાઈ. 1થી 3 માર્ચ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં દેશ અને દુનિયાની મોટી મોટી હસ્તીઓ આવી હતી, સાથે જ આખું બૉલીવુડ પણ જામનગર આવી પહોંચ્યું હતું. મુકેશ અંબાણીએ આ પ્રસંગમાં પાણીની જેમ પૈસા વહાવ્યા, આ સેરેમની પાછળ લગભગ 1000 કરોડના ખર્ચનું અનુમાન છે.
ત્યારે હવે લોકોના મનમાં સવાલ એ થઇ રહ્યો છે કે બોલીવુડના સેલેબ્રિટીઓએ અનંત અને રાધિકાને શું ગિફ્ટ આપી હશે ? ત્યારે હાલ તેને લઈને એક ખબર સામે આવી છે. લગભગ દરેક બોલિવૂડ સ્ટારે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપી હતી અને જેઓ હાજર રહી શક્યા નહોતા તેઓએ કપલ માટે ભેટ મોકલી હતી. બધા મહેમાનોએ અનંત અને રાધિકાને ઘણી ગિફ્ટ્સ આપી, પરંતુ એક વ્યક્તિએ સૌથી મોંઘી ગિફ્ટ આપી છે.
રણબીર કપૂર- આલિયા ભટ્ટ
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દીકરી રાહા કપૂર સાથે પહોંચ્યા હતા. બંનેએ કપલને ખૂબ જ મોંઘી ભેટ આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયાએ રાધિકાને ગુચી બ્રાન્ડનું ડાયમંડ જડેલું પર્સ આપ્યું હતું. આ દરમિયાન રણબીરે અનંતને જોર્ડન બ્રાન્ડના મોંઘા શૂઝનો સેટ ભેટમાં આપ્યો.
રણવીર સિંહ-દીપિકા પાદુકોણ :
અનંત અને રાધિકાના પ્રિ વેડિંગમાં દીપિકા અને રણવીર સિંહ પણ ખુબ જ મસ્તી કરતા જોવા મળ્યા. ત્યારે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ ગિફ્ટ આપવાના મામલે પાછળ રહ્યા નથી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેમણે અનંત અને રાધિકાને લક્ઝરી બ્રાન્ડની હીરા જડેલી કપલ ઘડિયાળ ભેટમાં આપી છે.
સલમાન ખાન :
આ પ્રિવેડિંગ સરેમનીમાં સલમાન ખાને ખુબ જ મજા કરી. સલમાન ખાને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. પાર્ટીમાં, અભિનેતાએ અનંતને ફિલિપ બ્રાન્ડની મોંઘી કસ્ટમાઇઝ્ડ ઘડિયાળ અને રાધિકાને હીરા જડિત ઇયરિંગ ભેટમાં આપી હતી.
સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી :
કિયારા અડવાણી અનંત અંબાણીની બહેન ઈશા અંબાણીની બાળપણની મિત્ર છે. કિયારા અંબાણીની લગભગ દરેક પાર્ટીમાં જોવા મળે છે. ત્યારે કિયારાએ આ પ્રી-વેડિંગમાં કંઈક ખાસ લાવવું જરૂરી હતું. મીડિયા રીપોર્ટ અનુસાર, કિયારા અને સિદ્ધાર્થે અનંત અને રાધિકાને સોના અને હીરાથી જડિત ગણપતિ અને લક્ષ્મી ભેટમાં આપ્યા હતા.
શાહરૂખ ખાન- ગૌરી ખાન :
બૉલીવુડના કિંગ ખાન એવો શાહરુખ પણ પોતાના સમગ્ર પરિવાર સાથે આ સેરેમનીમાં હાજરી આપવા પહોંચ્યો હતો, ત્યારે બોલીવુડનો આ બાદશાહ ગિફ્ટના મામલામાં પણ બાદશાહ નીકળ્યો અને કપલને એક લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કાર ભેટમાં આપી, જેની કિંમત 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.