અમીર લોકો લગ્નને યાદગાર બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચીને બોલાવે છે બોલિવૂડ સેલેબ્સને…જાણો લગ્નમાં નાચવા માટે કેટલો ચાર્જ વસુલ કરે છે આ 10 બોલિવૂડ સ્ટાર્સ
દરેક લોકોનું સપનું હોય છે કે તેમના ફંક્શનમાં કે લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ આવે. પરંતુ આ તેમના માટે ફક્ત એક સપનું બનીને રહી જતું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તમારા ખીસા ઢીલા કરશો તો તમારા મનગમતા સેલેબ્સ તમારા ફંક્શનમાં કે લગ્નમાં પર્ફોમ કરવા પહોંચી જશે.
બોલિવૂડ સ્ટાર્સ ખાલી ફિલ્મો કરીને કરોડો રૂપિયા નથી કમાતા પરંતુ પ્રાઇવેટ ઇવેન્ટ અને લગ્નમાં શામેલ થવા માટે ઘણી મોટી રકમ લેતા હોય છે. એ અલગ વાત છે કે તેમને આટલી મોંઘી ફી આપવી સામાન્ય વનસની વાત નથી. તેની વાત પર આજે જણાવીશું કે બોલિવૂડ સ્ટાર્સ લગ્નમાં કે ઈવેન્ટ્સમાં ઠુમકા લગાવવા માટે કેટલી ફી લેતા હશે.
1.અક્ષય કુમાર: અભિનેતા અક્ષય કુમાર તેમના બીઝી શેડ્યુલ હોવા છતાં પ્રાઇવેટ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે તૈયાર રહેતા હોય છે. અક્ષય કુમાર એક ઇવેન્ટમાં પરફોર્મ કરવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા ફી લેતા હોય છે.
2.દીપિકા પાદુકોણ: રણવીર સિંહની પત્ની અને બોલિવૂડ સ્ટાર દીપિકા પણ પ્રાઇવેટ ઈવેન્ટ્સ અને લગ્નમાં બોલાવવામાં આવતી હોય છે. દીપિકા કોઈના લગ્નમાં કે ઇવેન્ટમાં જવા માટે લગભગ તમારે 1 કરોડ રૂપિયા ચાર્જ લેતી હોય છે.
3.સલમાન ખાન: ભાઈજાનના લગ્ન ભલે ના થયા હોય પરંતુ સલમાન ખાન બીજાના લગ્નમાં જરૂર જતા હોય છે. આમતો ભાઈજાન લગ્નમાં જવાની ઓફરને ઘણી ઓછી સ્વીકારતા હોય છે પરંતુ જો તમારા પ્રાઇવેટ ઇવેન્ટમાં આવવા માટે તૈયાર થઇ જાય તો તમારે લગભગ 2 કરોડ રૂપિયા ખર્ચ કરવો પડશે.
4.પ્રિયંકા ચોપરા: ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાની ડિમાન્ડતો માર્કેટમાં ખુબ વાધારે છે. ઈશા અંબાણીના લગ્નમાં શામેલ થવા વાળી પ્રિયંકા ચોપરા પ્રાઇવેટ ઇવેન્ટ માટે લગભગ 2.5 કરોડ રૂપિયા ચાર્જ વસુલ કરે છે.
5.રણવીર સિંહ: બોલિવૂડના એનર્જેટિક સ્ટાર રણવીર સિંહ પણ ઇવેન્ટમાં જતા જ ત્યાં માહોલ ખુશનુમા બની જતો હોય છે. રણવીર સિંહને તમારા લગ્નમાં બોલાવવા માટે લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચ કરવો પડશે. જો અમીર પાર્ટી હોય તો રણવીર સિંહને પાર્ટીમાં બોલાવીને પુરા પૈસા વસુલ કરવાનું જ કામ કરશે.
6.કેટરીના કૈફ: અભિનેત્રી કેટરીના કૈફ બોલિવૂડની સૌથી વધારે ફી લેવાવાળી અભિનેત્રીઓમાંથી એક છે. કેટરીના કમાલની ડાન્સર છે. અભિનેત્રીને લગ્નમાં બોલાવવા માટે તમારે લગભગ 3.5 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે.
7.હૃતિક રોશન: હૅન્ડસમ હંક હૃતિક રોશન બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ તરીકે ઓળખાય છે. હૃતિક રોશન બોલિવૂડના બેસ્ટ ડાન્સરમાંથી એક છે. હૃતિક રોશન કોઈના લગ્ન કે ઇવેન્ટમાં જવા કે પરફોર્મ કરવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા ચાર્જ લેતા હોય છે.
8.શાહરુખ ખાન: બોલિવૂડના કિંગ ખાનને પણ ઘણી ઈવેન્ટ્સ અને લગ્નમાં બોલાવવામાં આવે છે. કિંગ ખાન લગ્નમાં જવા માટે લગભગ 3.5 કરોડ રૂપિયા ફી વસુલ કરે છે. એટલે કે કિંગ ખાનના ઠુમકાની ફીમાં હજારો સામાન્ય લોકોના લગ્નતો થઇ જ જાય.
9.રણવીર કપૂર: લગ્ન અને ઈવેન્ટ્સમાં જવા માટે બોલિવૂડ સ્ટાર રણવીર કપૂર પણ મોટી રકમ વસુલ કરતા હોય છે. અભિનેતા ઈવેન્ટ્સ કે લગ્નમાં જવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા લેતા હોય છે.
10.અનુષ્કા શર્મા: અભિનેત્રી અનુષ્કા શર્માને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં દમદાર અભિનેત્રીઓમાં તેની ગણતરી થાય છે. અનુષ્કાનું સેન્સ ઓફ હ્યુમર કમાલનું છે તે તમને અભિનેત્રીના સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી જ ગઈ હશે. અભિનેત્રી ઇવેન્ટમાં કે લગ્નમાં શામેલ થવા માટે લગભગ 80 લાખ રૂપિયા લેતી હોય છે.