મુકેશ અંબાણીના એંટીલિયામાં બોલિવુડ સ્ટાર્સની ધૂમ, અનંત-રાધિકાની સગાઇ પાર્ટીમાં હાથોમાં હાથ નાખી પહોંચ્યા રણબીર-આલિયા તો સ્વેગમાં પહોંચ્યો રણવીર સિંહ- જુઓ તસવીરો અને વીડિયો

રબને બના જોડી….મુકેશ અંબાણીના અબજો રૂપિયાના એંટીલિયામાં ઉત્સવનો માહોલ, જુઓ PHOTOS

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ગઇકાલના રોજ એટલે કે 29 ડિસેમ્બરના રોજ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. અંબાણી પરિવારે મુંબઈમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન તેમના માટે કર્યું હતું, જેમાં બોલિવૂડના સ્ટાર્સનો મેળાવડો જામ્યો હતો. જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની રોકા સેરેમની રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.

પરિમલ નથવાણી કે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર છે તેમણે અનંત અને રાધિકાના રોકા સેરેમનીની પુષ્ટિ કરી હતી. રાજસ્થાનમાં રોકા સેરેમની બાદ અંબાણી પરિવાર મુંબઇ પરત ફર્યો હતો અને મુંબઈ સ્થિત તેમના એન્ટિલિયા નિવાસસ્થાને એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ સગાઈ પાર્ટીમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જાહ્નવી કપૂર, શાહરૂખ ખાન, સલમાન ખાન, ઓરહાન સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. અનંત અને રાધિકાના રાજસ્થાનથી મુંબઈ આગમન પર ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા અને જોતજોતામાં જ વાયરલ થઈ ગયા હતા.

આ પાર્ટીમાં હાલમાં જ મમ્મી-પપ્પા બનેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પણ હાજરી આપી હતી. આ કપલે એકબીજાનો હાથ પકડીને પાર્ટીમાં શાનદાર એન્ટ્રી કરી હતી. આ દરમિયાન રણબીર બ્લેક કુર્તા પાયજામા અને નેહરુ જેકેટમાં ડૅપર લાગતો હતો, જ્યારે આલિયાએ શાઇની શરારા પહેર્યો હતો. રણબીર અને આલિયાની સાથે ‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટર અયાન મુખર્જી પણ અનંત-રાધિકાની સગાઈ પાર્ટીમાં પહોંચ્યા હતા.

અનંત-રાધિકાની સગાઈની પાર્ટીમાં બોલિવુડનો ચાર્મિંગ એક્ટર રણવીર સિંહ પણ પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે મેચિંગ ટોપી સાથે બ્લેક ફોર્મલ પહેર્યું હતું. આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન પત્ની સાગરિકા ઘાટગે સાથે પહોંચ્યો હતો. આ પાર્ટીમાં જાહ્નવી કપૂર પણ જોવા મળી હતી. અભિનેત્રી પિંક સાડી પહેરીને એન્ટિલિયા પહોંચી હતી. જાહ્નવી ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તેના લુકના કારણે તેણે તમામ લાઈમલાઈટ પોતાની તરફ ખેંચી લીધી હતી. જણાવી દઇએ કે, જ્યારે અનંત અને રાધિકા મુંબઈ પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને પોતાના પરિવાર સાથે અંબાણી હાઉસ એન્ટિલિયા પહોંચ્યા હતા. આ પાર્ટીમાં બોલિવુડના ‘દબંગ’ સલમાન ખાન પણ આવ્યા હતા, પણ સલમાને પેપ્સની સામે ઉભા રહીને પોઝ આપ્યો નહોતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઈએ કે બોલિવૂડના ‘બાદશાહ’ શાહરૂખ ખાન પણ પોતાની મેનેજર પૂજા દદલાની સાથે એન્ટીલિયા પહોંચ્યો હતો. અહીં શાહરૂખની ઝલક તો ન જોવા મળી પણ તેની મેનેજરનો ચહેરો ચોક્કસથી જોવા મળ્યો. આ વખતે શાહરૂખે પેપરાજીની સામે એક પણ પોઝ આપ્યો ન હતો અને તેનો ચહેરો પણ કોઇ પેપ્સ પોતાના કેમેરામાં કેદ કરી શક્યા નહોતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ ઉપરાંત સિંગર મિકા સિંહ પણ અનંત અને રાધિકાની પાર્ટીમાં એન્ટિલિયા પહોંચ્યો હતો, જેના માટે તેણે તગડી ફી લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિકા સિંહે લગભગ 10 મિનિટનું પરફોર્મન્સ આપ્યું અને તેના માટે તેને 1.5 કરોડ રૂપિયા મળ્યા. મીકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina