જમીન વેચીને દુલ્હન સાથે મનાવ્યુ હનિમુન, પરત આવ્યા બાદ દુલ્હન કરી ગઇ એવો કાંડ કે…

રેલ્વે સ્ટેશનની બહાર ચાની દુકાને પ્રેમ થયો, બાપ દાદાની જમીન વેચીને હનીમૂનની મજા માણી, અંત એવો આવ્યો કે ચોંકી ઉઠશો

દેશભરમાંથી અનેકવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા યુવકોને પ્રેમજાળ અને લગ્નની જાળમાં ફસાવી દુલ્હનો ઘરમાં રાખેલ ઘરેણા અને રોકડ લઇને ફરાર થઇ જતી હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક લૂંટેરી દુલ્હને એક યુવકને પ્રેમજાળમાં ફસાવી અને લગ્ન કર્યા અને તે બાદ બે લાખની રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. તેણે તેના પતિને સામાન લેવા બજારમાં મોકલ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં દુલ્હનની લૂંટનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન લૂંટેરી દુલ્હને યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો. બે વર્ષના અફેર પછી જાન્યુઆરીમાં બંનેએ લગ્ન કરી લીધા.

યુવકે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે અને એસપી ઓફિસના ચક્કર લગાવી રહ્યો છે. છતરપુર શહેરના પાથાપુર રોડ પર રહેતા અખિલેશ નાયકે એસપી ઓફિસે પહોંચીને ફરિયાદ અરજી આપી અને ફરિયાદ કરી કે લગ્ન બાદ તેની પત્ની લાખોની રોકડ અને દાગીના લઈ ગઈ છે. બે વર્ષ પહેલા જ્યારે પહેલું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે તેને ઉષા સાથે પ્રેમ થઈ ગયો હતો. ઉષા છતરપુર રેલ્વે સ્ટેશનની બહાર ચાની દુકાન બાંધતી અને હું ત્યાં મોર્નિંગ વોક માટે જતો. પછી અમે બંને પ્રેમમાં પડ્યા.

બે વર્ષના પ્રેમ પછી 12 જાન્યુઆરી, 2022ના રોજ કોર્ટમાં લગ્ન નોંધણી દ્વારા લગ્ન કર્યા. પીડિતે જણાવ્યું કે થોડા દિવસો સુધી બધું સામાન્ય રીતે ચાલ્યું. ઉષાએ મારી પાસેથી કેટલાક દાગીનાની માંગણી કરી. તે પછી મેં તેને સોનાની ચેન, કાનની બુટ્ટી અને અન્ય વસ્તુઓ પણ આપી. તેમજ ગામની બેંકમાં મારા બે લાખ રૂપિયા જમા હતા, તે પણ બહાર કાઢીને ઘરે રાખ્યા હતા. બારેક દિવસ પહેલા બપોરે પત્નીએ મને કેટલીક વસ્તુઓ લાવવા કહ્યું, જ્યારે હું ઘરે પરત આવ્યો ત્યારે ઉષા ઘરમાંથી ગાયબ હતી.

તે તેની સાથે બે લાખ રૂપિયા રોકડા અને દાગીના લઇ ગઇ હતી. તેનું કહેવુ છે કે તેને કેટલાક દિવસ પહેલા જ ખબર પડી છે કે તે પહેલાથી જ પરણિત છે અને તેને બાળક પણ છે. તેનું કહેવુ છે કે, તેણે તેની પ્રેમિકાને લગ્ન બાદ ફરાવવામાં લાખો રૂપિયા ખર્ચ કરી દીધા, અહીં સુધી કે જે સમયે લગ્ન કર્યા તે સમયે ગામની એક જમીન પણ વેચી. તે બાદ તેને પૂણે ફરાવવા લઇ જયો, જયાં બંને ઘણા દિવસો સુધી ફર્યા અને લાખો રૂપિયા ખર્ચ કરી દીધા. અખિલેશ કહે છે કે તે તેની પત્નીની બધી ઇચ્છાઓ પૂરી કરતો હતો.

Shah Jina